દેવગઢ બારીયામાં કાર રોડ પાસેના ઝાડમાં અથડાઈઃ પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય અને બાળકીનું મોત
ગોધરાઃ દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ડાંગરિયા ગામે એક ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર રોડ પાસેના ઝાડમાં અથડાતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે…
ADVERTISEMENT
ગોધરાઃ દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ડાંગરિયા ગામે એક ગંભીર અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર રોડ પાસેના ઝાડમાં અથડાતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામાં કારના એક તરફના દરવાજાઓના ફુરચા બોલાઈ ગયા હતા.
કાલે મારુ સભ્યપદ રદ્દ થાય તો શું BJP ના તમામ નેતાઓ કાળા કપડા પહેરી રોડ…
બાળકીની માતાની પણ ગંભીર હાલત
દેવગઢ બારીયા તુલુકાના ડાંગરિયા ગામે એક કારને માર્ગ અકસ્માત નડ્યો હતો. રોડની બાજુમાં રહેલા વૃક્ષ સાથે કાર ભટકાતા એક તરફનો ભાગ સાવ ભંગાર બની ગયો હતો. મીઠી બોરથી પરત ફતેપુરા જઈ રહેલા આ પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક દોઢ વર્ષની બાળકી અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતક મહિલા મીઠીબોર પ્રાથમિક શાળાના આચાર્ય હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મૃતક બાળકીની માતા પણ હાલ ગંભીર હાલતમાં હોઈ તેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે. આ કારમાં કુલ પાંચ વ્યક્તિ હતા. ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT
ADVERTISEMENT