અમરેલીમાં આફ્રિકા જેવું દૃશ્યઃ જુઓ Video હરણના ટોળાએ નદીમાં લગાવી છલાંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીના ધારી ખાતેના ગોવિંદપુર નજીકથી જતી પીલુકીયા નદીનો એક અદભુત વીડિયો સામે આવ્યો છે. હરણનો નદી ક્રોસ કરતો આ વીડિયો જોઈ બે ઘડી આફ્રિકાના જંગલની છબી નજર સામે તરતી થઈ જાય છે. આમ તો આપણે ગુજરાતમાં અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક પશુઓના વીડિયો અને ફોટો વાયરલ થતા જોયા છે પરંતુ આજે એક વીડિયો સામે આવ્યો છે જેમાં હરણનું ટોળું નદી ક્રોસ કરતું જોવા મળ્યું છે.

અમદાવાદમાં કુતરાથી ડરી યુવાન ઘરમાં ઘૂસી ગયો તો લોકોએ ચોર સમજી પતાવી દીધો

અગાઉ થોડા સમય પહેલા ભાવનગરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં હરણોનું જંગી ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હતું. આ અલ્હાદક વીડિયો આજે પણ ઘણા સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સમાં જોવા મળી જતો હોય છે. તે વીડિયો પણ અહીં અહેવાલના અંતમાં દર્શાવાયો છે. આવો જ એક વીડિયો હમણાં સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. હાલમાં જ્યાં ગુજરાતમાં કમોસમી વરસાદે કેટલીક નદીઓને ફરી વહેતી કરી દીધી છે ત્યારે પુરના ધસમસતા પ્રવાહમાં વહેતી અમરેલીના ધારી પંથકના ગોવિંદપુરની પીલુકીયા નદીનો એક અદભૂત વીડિયો સામે આવ્ય છે. ધસમસતા પ્રવારમાં એક પછી એક હરણનું ટોળું એક કાંઠેથી બીજા કાંઠા સુધી નદી ઓળંગતા જોવા મળ્યા હતા. અહીંથી જતા કેટલાક લોકોએ આ દૃશ્ય કેમેરામાં કંડારી લીધા હતા. જે દૃશ્યો હાલ સોશ્યલ મીડિયામાં ફરતા થયા છે. જુઓ આ વીડિયો…

ADVERTISEMENT

અગાઉ હરણનો વાયરલ થયેલો વીડિયો જુઓ

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT