સિંહ દર્શન માટે સાસણ-દેવળીયા સફારી પાર્ક પહોંચ્યા G20 ડેલિગેટ્સ
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જૂનાગઢઃ G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે વિહરતા સિંહો સહિતના વન્ય પ્રાણીઓ અને પ્રાકૃતિક વૈભવ નિહાળી અભીભૂત થયા હતા. સાથે જ તેઓ ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પણ પરિચિત થયા હતા. તેમણે અહીં સાસણ ગીર તથા દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કર્યા હતા. તેઓએ આ મુલાકાત પહેલા દીવમાં એક બેઠક કરી હતી. જે પછી તેઓ અહીં સફારી પાર્કમાં મુલાકાતે આવ્યા હતા.
દીવમાં થઈ G20ની બેઠક
દીવ ખાતે સાયન્સ-૨૦ અંતર્ગત સાયન્ટિફિક ચેલેન્જર્સ એન્ડ ઓર્પ્ચુનીટી ટુવાર્ડસ અચીવીંગ અ સસ્ટેનેબલ બ્લુ ઈકોનોમી બેઠકમાં સહભાગી થઈને ખાસ બસના માધ્યમથી દેવળીયા સફારી પાર્ક ખાતે પધારેલા G-20ના ૭૫ લોકોના ડેલિગેટ્સમાં ટેકનો ક્રેટ, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાંથી G-20 દેશોના 35 પ્રતિનિધિઓ એ પણ સિંહ દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
સિદ્ધપુરમાં પાઈપમાંથી મળેલી લાશની ઓળખ થઈ? 12 દિવસથી ગુમ યુવતી ટાંકી તરફ જતા CCTVમાં દેખાઈ
સિંહ, દીપડાને નજીકથી નિહાળવાનો રોમાંચ
૪*૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેવળીયા સફારી પાર્કના પ્રવાસ દરમિયાન સિંહ, દીપડા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓને નજીકના અંતરેથી નિહાળવાની રોમાંચ અનુભવ્યો હતો. ઉપરાંત વન વિભાગના ગાઈડ દ્વારા એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની વિશેષતાઓથી અવગત કરાવ્યા હતા. સાથે જ સિંહ તેમજ અન્ય જીવોની લાક્ષણિકતાઓ વિશે પણ જાણકારી આપી હતી. G-20ના આ ડેલિગેટ્સ આગમન વેળાએ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સુતરની આટી અને પુષ્પ આપી સસ્નેહ સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પ્રવાસ સંદર્ભે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક મોહન રામ, નિવાસી અધિક કલેકટર પી.જી. પટેલ, પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમા સહિતના અધિકારીઓએ જરૂરી વ્યવસ્થાઓનું સંકલન સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT