જામનગરઃ ST બસ સ્ટેન્ડની હાલત ઉકરડાં જેવી, કોન્ટ્રાક્ટ પુરો થયો પણ આળસ જતી નથી
દર્શન ઠક્કર. જામનગરઃ જામનગર એસટી ડેપો બસ સ્ટેન્ડ પર સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ વર્ષ 2022ના માર્ચ મહિનામાં પુરો થયો, જોકે તે પછી પણ નવો કોન્ટ્રાક્ટ કે…
ADVERTISEMENT
દર્શન ઠક્કર. જામનગરઃ જામનગર એસટી ડેપો બસ સ્ટેન્ડ પર સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ વર્ષ 2022ના માર્ચ મહિનામાં પુરો થયો, જોકે તે પછી પણ નવો કોન્ટ્રાક્ટ કે રિન્યુ કરવાની તસદી તંત્ર દ્વારા લેવાઈ રહી નથી. ના છૂટકે મુસાફરોને ગંદકી વચ્ચે બેસવું પડે છે. ટોઈલેટ અને અહીંની દીવાલોની હાલત કોઈ ઉકરડાં કરતાં ઓછી નથી. સફાઈના અભાવે અહીં રોજ હજારોની સંખ્યામાં આવતા મુસાફરોના આરોગ્યને પણ જોખમ.
મુસાફરો પણ મજબૂર
જામનગર શહેરના એસટી ડેપોમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોનું આગમન રહેતું હોય છે, ત્યારે મુસાફરોને સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે તેનું એક ચિત્ર વધુ જોવા મળ્યું છે. જેમાં ડેપોમાં સફાઇના અભાવના લીધે જ્યાં જુઓ ત્યાં કચરાના ગંજ જોવા મળતા મુસાફરોમાં રોષની લાગણી જન્મી છે. આવા કચરાના ગંજ વચ્ચે નાછૂટકે મુસાફરોને બેસવાની ફરજ પડી રહી છે તો તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
અમદાવાદમાં એક લૂંટારુ ફાયરિંગ કરી આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી 26 લાખનો થેલો લઈ ગયો
જામનગર એસટી ડેપોમાં જામનગર સહિત ગ્રામ્યના લોકો મોટી સંખ્યામાં ડેપોમાં બીજા શહેરમાં આવાગમન કરવા માટે આવતા હોય છે, પરંતુ મુસાફરોને જાણે સારી સુવિધા આપવામાં તંત્ર હંમેશા નિષ્ફળ જોવા મળતું હોય છે. તે વધુ એક વખત છેલ્લા ઘણા સમયથી ડેપોની સાફ-સફાઇનો કોન્ટ્રાકટર પુરો થતાં કોઇ કર્મચારી સાફ-સફાઇ કરવા ન આવતા આખા ડેપોમાં સફાઇનો અભાવ જોવા મળતા મુસાફરોને કચરાના ગંજ વચ્ચે બેસવાની ફરજ પડતી હોવાથી તંત્રના જાંબાઝ અધિકારીઓ સામે ફિટકારની લાગણી જન્મી છે. જામનગર ડેપો દ્વારકા, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા સહિતન ડેપોનું વડું મથક હોવાથી આ ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરાનું આવાગમન રહેતું હોય છે ત્યારે જામગનર ડેપોની હાલત બદતર જાેવા મળતા મુસાફરોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
ADVERTISEMENT
મહિલા-પુરૂષ શૌચાલયની હાલત બદતર
જામનગર ડેપોમાં સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ જતાં મહિલા અને પુરૂષોના શૌચાલયની હાલત બદતર બની ગઇ છે. ત્યારે મહિલાઓ અને પુરૂષોને ના છૂટકે ગંદા પાણીમાંથી શૌચાલયમાં જવાની ફરજ પડતા ભારે કચવાટની લાગણી અનુભવી રહ્યા છે. એસટી ડેપો પરની સૌથી ધ્રુણા ઉપજાવતી કોઈ જગ્યા હોય તો તે આ શૌચાલયો છે. અહીં પગ મુકવો તો દૂર ઊભા રહેવામાં પણ વોમિટ થઈ જાય તેવી સ્થિતિ ગંડુરાજાના તંત્ર જેવી ઊભી કરી છે.
ADVERTISEMENT
BJP 2024ની ચૂંટણી જેપી નડ્ડાના નેતૃત્વમાં લડાશે, અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવાયો
ડેપોની તમામ કચરા પેટીઓ હાઉસફૂલ
ડેપોમાં સફાઇનો અભાવ હોવાથી આવતા જતાં મુસાફરો દ્વારા કચરા પેટીમાં કચરો ફેંકવામાં આવે છે પરંતુ કોઇ સફાઇ કર્મચારી ન હોવાથી આ કચરા પેટીઓ ફુલ થઇ જતાં ભારે દુર્ગંધ ફેલાઇ જવા પામે છે. આ ભરાઈ ગયેલી કચરાની ટોપલીઓ પણ કોઈ ખાલી કરતું નથી તેથી અહીં ગંદકી રોજ વધતી જ રહે છે.
ADVERTISEMENT
મુસાફરો માટે બેસવાની ખુશી પરંતુ નીચે કચરાના ગંજ
જામનગર ડેપોમાં મુસાફરો માટે બેસવાની ખુરશીઓ રાખવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ આ ખુરશીઓ નીચે કચરાના ગંજ થઇ જતાં મુસાફરોને બેસવા ફરજીયાત પડી ખુરશીનો સહારો લેવા પડે છે, જેમાં ખાસ કરીને વૃદ્ધોને આવા દુર્ગંધ મારતા કચરા વચ્ચે ખુરશીમાં બેસવાની ફરજ પડી હોવાથી લોકોમાં તંત્ર સામે રોષ ફાટી નિકળ્યો છે. કેટલાક તો આ સ્થિતિને ગંદો વિકાસ પણ કહેવા લાગ્યા છે.
ફરિયાદ લેવાને બદલે PSI બંદૂક બતાવે છેઃ જામનગરના લોક દરબારમાં અરજદારનો બળાપો
સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે ટેન્ડરની પ્રક્રિયા શરૂ છે
જામનગર વિભાગીય નિયામક બી સી જાડેજાએ આ મામલે કહ્યું કે, માર્ચ-2022થી સાફ-સફાઇનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો છે, જે અંગે સેન્ટ્રલ ઓફિસથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ત્યાંથી જે તે એજન્સીનું ટેન્ડર પાસ થશે તે બાદ સાફ-સફાઇ રાબેતા મુજબ થઇ જશે. હાલ ડેપો મેનેજરને રોજમદાર માણસો રાખી એસટી ડેપોને સાફ-સફાઇ રોજીંદા કરવા સૂચના આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT