મહિસાગરઃ પરીક્ષા આપી ઘરે જતી વિદ્યાર્થિનીને ઉઠાવી દુષ્કર્મ કરનારને કોર્ટે કરી 10 વર્ષની જેલની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ ૧૭ વર્ષની સગીરા જે સ્કૂલમાંથી પરિક્ષા આપી ઘરે જતી હતી તે સમયે આરોપીએ તેનો એકલતાનો લાભ લઈ અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યૌન શોષણ કરવાનો ગુનો કરનાર આરોપીને મહીસાગર જિલ્લા કોર્ટે સખત કેદની સજા ફટકારી છે. ૧૭ વર્ષની સગીરાનો એકલતાનો લાભ લઈ જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજાઓ પહોંચાડી યૌન શોષણ કરવાના ગુનામાં આરોપીને ઈ.પી.કો કલમ તથા પોકસો એકટ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ અને દંડની સજા કોર્ટે કરી છે.

RAJKOT શર્મસાર: 86 વર્ષના વૃદ્ધે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

3 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ
મહિસાગર જિલ્લાના એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળના ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને દંડ હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટ ધ્વારા કાનૂની સેવા સત્તા મંડળ મહિસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

બે ટ્રક વચ્ચે ગાડી સેન્ડવીચ બની ગઇ: મૃતદેહ ઓળખવા ડોક્ટરની દેખરેખમાં બહાર કઢાયા

શું બન્યો હતો બનાવ
કેસની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વેણાં ગામના આરોપી દીપક ઉર્ફે દાજી ભલા પગીએ સને ૨૦૨૨ માં સંતરામપુર તાલુકાની ૧૭ વર્ષની સગીરા જે સ્કૂલમાંથી પરિક્ષા આપી ઘરે જતી હતી. તે સમયે આરોપીએ તેનો એકલતાનો લાભ લઈ અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યૌન શોષણ કરવાનો ગુનો કરેલો હોય આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ઈ.પી કો કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશનલ સેશન્સ જજ ની કોર્ટમાં સ્પે.પોકસો કેસ શરૂ થયો હતો. દરમિયાન આરોપી વિરુધ્ધ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આરોપીને ઈ.પી.કો.કલમ તથા પોકસો એકટ હેઠળ ૧૦ વર્ષની સખત કેદ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનારને કાનૂની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT