જમીન કૌભાંડ મામલે પૂર્વ IAS એસ કે લાંગાના રિમાન્ડ પુરા, કોર્ટે જેલમાં ધકેલવાનો કર્યો આદેશ
ગાંધીનગરઃ જમીનોના કૌભાંડાં પૂર્વ IAS અધિકારી અને ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની માઉન્ટ આબીથી ધરપરકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ હવે આ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ જમીનોના કૌભાંડાં પૂર્વ IAS અધિકારી અને ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની માઉન્ટ આબીથી ધરપરકડ કર્યા બાદ તેના રિમાન્ડ મેળવ્યા હતા પરંતુ હવે આ રિમાન્ડ પુરા થતા પૂર્વ IAS લાગાને કોર્ટે જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે. હાલ લાંગાને જ્યુડિશિયલ કસ્ટડીમાં જવું પડશે.
બિન ખેડૂતને દર્શાવ્યા ખેડૂત તરીકે
ગુજરાતમાં ભાજપના કદાવર નેતા વિજય રુપાણીની સરકાર હતી ત્યારે એસ કે લાંગા ગાંધીનગરના કલેક્ટર હતા. લાંગા પરના આરોપ પ્રમાણે તે દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરી તે સમયના ચીટનીશ અને આરએસી ઉપરાંત પોતાના સાગરિતો સાથે મળીને તેમને આર્થિક ફાયદા થાય તેવા કાંડ કરવામાં આવ્યા હતા. પૂર્વયોજિત કાવતરા પ્રમાણે જમીનના ખોટા એનએના હુકમો કર્યા હતા. સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમોને પણ ઓહિયા કરી ગયા હતા. બિન ખેડૂતને ખેડૂત તરીકે દર્શાવવા, નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવવી, ખોટા પુરાવા વગેરે જેવા ઘણા કારસ્તાન લાંગા દ્વારા કરવામાં આવ્યા હોવાના આરોપ મુકાયા છે. આ મામલે ફરિયાદ થઈ હતી અને વ્યાસા સમિતિના રિપોર્ટ પ્રમાણે એસઆઈટી તપાસ કરી રહી હતી દરમિયાનમાં માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર એસ કે લાંગા અઢળક સંપત્તિનો માલિક હોવા ઉપરાંત આ પ્રકારે જે જમીનોમાં કૌભાંડો થતા તેમાં ઘણામાં જમીન સોદામાં પણ લાંગા ભાગ લેતો હતો. લાંગાના પરિવારના નામે પણ અધધધ મિલકત વસાવાઈ હોવાની પણ ચર્ચાઓ છે. જોકે આ સમગ્ર પાસાઓ પર તપાસ ચાલુ છે. આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ મોટા ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં કારણ કે લાંગાના લંગર અન્ય ઘણા મોટા અને કદાવર માથાઓ સાથે સીધા કે આડકતરી રીતે લાંગરાઈ ચુકહ્યા હોવાનું પણ ચર્ચાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT