અમદાવાદમાં મહિલા તબીબના પ્રેમમાં પડેલા રોમિયોએ જીવવું હરામ કરી નાખ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરની એક મહિલા તબીબે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. મહિલા તબીબની ફરિયાદ છે કે, સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બની તેનો પીછો કરીને હેરાનગતિ કરતો હતો. જેને પગલે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સોશિયલ મીડિયાથી યુવક સાથે મિત્રતા થઈ હતી
સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાર્થ પટેલ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી મહિલા તબીબનો પીછો કરતો હતો. સોશિયલ મીડિયા ઉપરાંત ક્લિનિક પર આવીને તેને પરેશાન કરતો હતો. જો કે સમજાવટ બાદ પણ યુવકે મહિલાનો પીછો છોડ્યો નોહતો. આથી કંટાળીને મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી ગુનો નોંધાવ્યો. જેને પગલે સેટેલાઇટ પોલીસે હાલ આરોપી પાર્થ પટેલની ધરપકડ કરી છે.

યુવકને સમજાવવા છતાં પરેશાન કરતો
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપી અને મહિલા તબીબ વર્ષ 2019થી મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવ્યા હતા. જો કે થોડા સમય સુધી બંનેની મિત્રતા પણ રહી અને બાદમાં મહિલા તબીબે યુવક સાથે બોલવાનુ બંધ કરી દેતા આરોપીએ મહિલાને ફોન પર અને ક્લિનિક પર જઇ મળવા દબાણ કરતો અને પરેશાન કરવાનુ શરૂ કર્યું. આમ આરોપી પાર્થ પટેલે એક તરફી પ્રેમમાં મહિલાને પરેશાન કરતો હતો. આરોપી ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે, જોકે અગાઉ તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ રહ્યો નથી. પોલીસે છેડતી બાદ મહિલા તબીબ પાસેથી કેટલાક પુરાવા એકત્ર કરી આરોપીની પૂછપરછ કરવા કવાયત હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT