કચ્છઃ એક લાખના ત્રણ લાખ કરવાની લાલચે રાજકોટના યુવાને 1 લાખ ગુમાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા. કચ્છઃ હાલમાં લોકોને છેતરવાની ઘટનાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મોટા ભાગની ઘટનાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે છેતરવાના મામલામાં છેતરાઈ જનાર વ્યક્તિની લાલચે સૌથી મોટો ભાગ ભજવ્યો હોય. આવી જ એક ઘટના કચ્છમાં સામે આવી છે જેમાં એકના ત્રણ કરવાની લાલચ એક રાજકોટના યુવાનને મોટો પાઠ ભણાવી ગઈ છે. ઉધારીના રૂપિયા લાવીને એકના ત્રણ કરવાના ચક્કરમાં આ યુવાન એવો ફસાયો છે કે તેણે હવે પોલીસની મદદ માગી છે. હવે જોવું રહ્યું કે પોલીસ આ યુવાનને કેટલા સમય સુધીમાં ન્યાય અપાવી શકે છે.

ત્રણ લાખની નોટોનો વીડિયો બતાવ્યો તો યુવાન આકર્ષાયો

રાજકોટમાં રહેતા અને અભ્યાસની સાથે સાથે કેફે ચલાવતા ભરત લખુભાઈ મેરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી એકાદ મહિના પહેલા ફરિયાદીએ ફેસબુક ઉપર ભાવેશ પટેલના નામની આઇડી પર એક એડ ખોલતા તેમાં એક લાખના ત્રણ લાખ થઈ જશે તેમ લખેલું હતું. જેથી તેને પૈસાની જરૂર હોવાથી લાલચ જાગતા ફેસબુક પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ભરતે પોતાનો વોટ્સએપ નંબર શેર કર્યો હતો. તેને તારીખ 22/07/2023ના રોજ વોટ્સએપ પર વોઈસ કોલ આવ્યો અને એક લાખના ત્રણ લાખ થવાનું કહી ત્રણ લાખની નોટોનો એક વીડિયો મોકલ્યો હતો. જેથી ભરતના મનમાં લાલચ જાગતા તેણે ડીલ કરવા પ્રથમ ગાંધીધામ આવવાનું કહેવામાં આવ્યું.

ઉધાર લીધા રૂપિયા 1 લાખ

ભરતએ પોતાના મિત્ર પાસેથી પૈસા ઉધાર લઈ ₹1,00,000ની વ્યવસ્થા કરી અને તારીખ 10/08/2023ના રોજ વોઈસકોલ કરી ડીલ કરવાની હા પાડી લાખ રૂપિયા લઈને આવવાનું કહ્યું હતું. ત્યારબાદ તારીખ 19/08/2023ના રોજ ફરિયાદીને એક લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવવાનું કહેવામાં આવ્યું હતું. ભરત અને તેનો મિત્ર 1 લાખ રૂપિયા લઈને ગાંધીધામ આવ્યા તે દરમિયાન તેમને એક રાજેશ નામના શખ્સનો નંબર આપવામાં આવ્યો હતો. ભરતએ તેને ફોન કરતા રાજેશએ તે લોકોને તારીખ 20/08/2023ના રોજ અંજારમાં બગીચા પાસે દેવળિયા નાકે બોલાવ્યા હતા.

ADVERTISEMENT

India Today સર્વેઃ લોકસભામાં ભાજપ-કોંગ્રેસને મળશે કેટલી બેઠક? ગુજરાતની કેટલી બેઠક કોના ખાતામાં?

ગઠીયાઓ જ યુવકને પોલીસની બીક બતાવી ભાગી ગયા

ત્યારબાદ એક નંબર પ્લેટ વગરની ગ્રે કલરની સ્વીફ્ટ ગાડીમાં બે શખ્સો આવીને ફરિયાદી અને તેમના મિત્રને ગાડીમાં લઈ જઈ નોટો ચેક કરવાનું કહ્યું હતું. જેથી ભરતએ અંજારની SBI બેન્કના ATMમાં બે નોટ ચેક કરતા રૂપિયા સાચા હતા. જેથી તેને ડીલ કરવાની હા પાડી, ત્યારબાદ બંને શખ્સોએ બપોરના ડીલ કરશું કહેતા ભરત 1 લાખ રૂપિયા લઇ અંજારની જેસલ તોરલ સમાધિ પાસે પાર્કિંગમાં એક લાખ રૂપિયા આપ્યા હતા અને તેઓએ ભરતને પ્લાસ્ટિકના કવરમાં ત્રણ લાખ કહીને રૂપિયાનો બંડલ આપી તુરંત જ પોલીસની બીક બતાવી નાસી ગયા હતા.

રૂપિયા ચેક કર્યા તો કાગળનું બંડલ નીકળ્યું

ભરતએ રૂપિયા ચેક કરતા તે કાગળનું બંડલ નીકળ્યું હતું. જેથી ભરતે ફોન કરતા તેઓ એક લાખ રૂપિયા પાછા આપવાનું કહી પરત ન આપતા ફરિયાદીએ ભાવેશ પટેલ અને રાજેશ સર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ઇપીકો કલમ 420 તથા આઈ.ટી એક્ટ કલમ 66 (સી) (ડી) મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT