KUTCH માં 8 વાગ્યે ધરાધ્રુજી ઉઠી, 3.2 ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભુજ : ગુજરાતમાં કચ્છ ફોલ્ટલાઇન સક્રિય થવાના કારણે વારંવાર ભૂકંપ આવતા રહે છે. જેમાં કચ્છ તો પહેલાથી જ ધરતીકંપનો હબ રહ્યો છે. તેવામાં આજે ગુજરાતમાં ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. ગુજરાતમાં આજે (08-08-2022) ના દિવસે સાંજે 07.45 વાગ્યે ધરતીકંપનો 3.2 ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉમાં આ સામાન્ય ધરતીકંપ નોંધાયો હોવાનું સિસ્મોલોજી ઇન્સ્ટિટ્યુટ રિસર્ચ સેન્ટર ગાંધીનગર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.

કચ્છમાં 5 દિવસ પહેલા જ 3.6 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. આ ધરતીકંપ રાપર નજીક ધરતીકંપ નોંધાયો હતો. નવસારીમાં પણ 3 દિવસ પહેલા 2.9 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, નેપાળની રાજધાની કાઠમાંડુમાં પણ 1 અઠવાડીયા પહેલા ધરતીકંપ નોંધાયો હતો. સામાન્ય સમજ છે કે, ચોમાસા અને શિયાળામાં ધરતીકંપની ઘટનાઓ વધી જતી હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2 અઠવાડીયા પહેલા ફીલીપાઇન્સમાં 7.1 ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેમાં ભારે ખુંવારી થઇ હતી. 2001 માં કચ્છ ધરતીકંપમાં ખુબ જ ખુંવારી વેઠી ચુક્યું છે. તેવામાં કચ્છની ફોલ્ટલાઇન સક્રિય થાય તે ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક બાબત છે. 3 દિવસ પહેલા અફઘાનિસ્તારમાં પણ 4.9 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT