Cyclone Biparjoy: કચ્છમાં ભારે પવનથી બાળકો પર પડી દીવાલ, 2ના મોત, 1 ઈજાગ્રસ્ત
કચ્છઃ ભુજમાં દીવાલ પડવાની એક ઘટનામાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકીના બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું…
ADVERTISEMENT
કચ્છઃ ભુજમાં દીવાલ પડવાની એક ઘટનામાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકીના બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે ભારે પવનના કારણે દીવાલ પડી ગઈ હતી. હાલમાં ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ માહોલ બગડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વરસાદ અને ઝાડ પડવા ઉપરાંત વીજ પોલ પડી જવાની ઘટનાઓ બની છે ત્યારે કચ્છમાં દીવાલ પડવાના કારણે બે માસૂમોના જીવ ગયાના સમાચારે સહુને શોકમાં સરાવી દીધા હતા.
પરિજનોએ કહ્યું દીવાલ પવનથી પડી ગઈ
ભુજમાં લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડી જવાથી બે બાળકોન મોત થયા છે. અહીં બાળકો રમતા હતા ત્યારે આ દીવાલ અચાનક તેમના ઉપર પડી હતી. જેમાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને પગલે બે બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પરિવારજનોનું કહેવું છે કે ભારે પવન આવવાના કારણે દીવાલ પડી ગઈ હતી. ઉલ્લેખીય છે કે ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં સૌથી વધારે અસર થાય તેમ છે. હાલમાં ગુજરાતના ઘણા બંદરો પર નં. 10નું જોખમી સિગ્નલ પણ આપી દેવાયું છે. એનડીઆરએફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતનું તંત્ર ખડેપગે કરી દેવાયું છે.
Bipajoyને લઈને PM મોદીએ કરી સમીક્ષા બેઠક- ‘સંવિદનશીલ વિસ્તારોથી લોકોને સુરક્ષિત કાઢો’
બિપોરજોયની શું છે સ્થિતિ
ઘણી સવૈચ્છિક સંસ્થાઓએ તો ફુડ પેકેટ્સ પણ બનાવવાના શરૂ કરી દીધા છે. બિપોર જોયને કારણે સંભવીત તારાજીને લઈને ગુજરાતમાં ઠેરઠેર ભારે પવન અને વરસાદનો પણ માહોલ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉપરાંત ભારે પવનના કારણે હાલ માછીમારોને દરિયો ખેડવાની તો મનાઈ અપાઈ જ છે. તો કેટલાક વિસ્તારોમાં દરિયાકાંઠે લાંગરવામાં આવેલી બોટ્સને સુરક્ષીત સ્થાને લઈ જવાની પણ સૂચનાઓ અપાઈ છે. આ તરફ નીચાણવાળા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. હાલની જાણકારીઓ પ્રમાણે બિપોરજોય ગુજરાતથી અંદાજીત 400 KM જેટલું દૂર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT