Kutch: ભારે વરસાદથી અબડાસાનું આ ગામ પડી ગયું વિખૂટું, જીવના જોખમે લોકો પાર કરી રહ્યા છે રસ્તો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ કચ્છમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદ પડી રહ્યો છે અને એ પણ ધોધમાર. કચ્છના મુંદ્રામાં 11 mm વરસાદ પડ્યો છે. સાથે જ અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. દરમિયાનમાં કચ્છના અબડાસાનું એક ગામ તો જાણે વિખૂટું જ પડી ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અહીં લોકોને ગામમાંથી બહાર આવવા જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. આ દમરિયાનમાં કેટલાક લોકોને જેસીબીની મદદથી જીવના જોખમે નદીનો પટ ઓળંગતા પણ જોવામાં આવ્યા હતા.

બગાસુ ખાતા પતાસું મળ્યું, અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને પકડવા ગયેલા VHPને ડ્રગ્સ મળ્યું

ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો
કચ્છના અબડાસા તાલુકાના છછી ગામની આસપાસ બે નદીઓ વહે છે. આ બંને નદીઓમાં એક બાજુ કંકાવટી નદીમાં ભારે પાણી વહી રહ્યું છે. તો બીજી બાજુએ લઠેડી ગામ પાસેની નદીની પાપડી પાસે ડાયવર્ઝન તૂટી જતા માર્ગ બંધ થઈ ગયો છે. આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યા છે. જેના કારણે માર્ગ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ત્યારે લોકો પોતાના જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. રોડ પર નવા પુલના નિર્માણ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેને લઈને લોકો દ્વારા તાત્કાલીક ધોરણે રસ્તો ચાલુ કરવાની માગ કરવામાં આવી છે.

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT