Kutch Breaking News: 800 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગાંધીધામમાં પોલીસની મોટી કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch Breaking News: ગુજરાતમાં પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને અવારનવાર મોટી કાર્યવાહીઓ કરવામાં આવી છે. ઘણી વખત સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા પણ ગુજરાતમાંથી ડ્રગ્સને લઈને કાર્યવાહી કરવામાં આવી હોય. સતત મળી રહેલા ડ્રગ્સ અને તેના નાના-મોટા જથ્થાઓને લઈને ગુજરાત પણ પંજાબની જેમ બદનામ થાય તેવી સ્થિતિ આવીને ઊભી રહી જાય તેમ છે. જોકે ડ્રગ્સ પર ગુજરાત પોલીસની એક્ટીવ કામગીરી પણ આ ડ્રગ માફિયાઓની સામે બાથ માંડી રહી છે. આજે ગાંધીધામમાં પણ પોલીસે એક સરાહનીય કામગીરીને અંજામ આપ્યો છે.

Kutch Bridge scam: વધુ એક બ્રિજ કૌભાંડઃ 1 વર્ષમાં સળિયા દેખાયા, ભારે વાહનો પર…

કચ્છમાં ડ્રગ્સ મળવાની વધુ એક ઘટના

કચ્છના મુન્દ્રા ખાતે મળી આવેલું અધધધ કરોડો, અબજો નહીં ખરબોની કિંમત ધરાવતું ડ્રગ્સ પકડાયું તે પછી સતત ડ્રગ્સ પર પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓની કાર્યવાહી જોવા મળી છે. કચ્છના જખૌમાંથી તો ચરસ અને ડ્રગ્સના બિનવારસી પેકેટ્સ પણ મળવાની ઘટનાઓ બનતી આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે આવા સંજોગોમાં કચ્છના ગાંધીધામથી 80 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ અંદાજે 800 કરોડ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. એફએસએલની પ્રાથમિક તપાસમાં કોકેઈનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. હવે આગળની તપાસ માટે ગાંધીધામ સ્થાનીક પોલીસે કાર્યવાહી આરંભી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT