ગુજરાતની આ ખ્યાતનામ સિંગરનો શંકાસ્પદ હાલતમાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ: જાણીતી સિંગર વૈશાલી બલસારાનો કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડના પારડી તાલુકામાં આવેલી પાર નદી કાંઠે એક લાવારીશ કારમાંથી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. નદીના કિનારે ઘણા સમયથી એક કાર ઊભી હતી, જે જોઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે ઘટનાસ્થળે જઈને ચેક કરતા કારમાંથી સિંગરનો મૃતદેહ મળી આવ્યો હતો.

સિંગરના પતિએ પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી
હાલમાં આ સમગ્ર મામલે પારડી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. સિંગર વૈશાલીના પતિએ એક દિવસ પહેલા જ પત્ની ઘરેથી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના એક દિવસ બાદ જ ગાયિકાનો મૃતદેહ કારમાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે.

પોલીસ તપાસમાં FSL પણ જોડાઈ
ઘટનાને પગલે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ડોગ સ્ક્વોડ તથા FSLની મદદ પણ પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સિંગર વૈશાલી દક્ષિણ ગુજરાતની જાણીતી ઓર્કેસ્ટ્રા સિંગર હતી, તે વિદેશોમાં પણ ઘણા શો કરી ચૂકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT