જાણો ગૌતમ બુદ્ધે કેમ કહ્યું કે, દરેક વ્યક્તિની ચાર પત્નીઓ હોવી જોઇએ?
નવી દિલ્હી : વૈશાખ પુર્ણિમાને બુદ્ધ પુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે, ગૌતમ બુદ્ધે એકવાર કહ્યું હતું કે, દરેક વ્યક્તિની 4…
ADVERTISEMENT
નવી દિલ્હી : વૈશાખ પુર્ણિમાને બુદ્ધ પુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે, ગૌતમ બુદ્ધે એકવાર કહ્યું હતું કે, દરેક વ્યક્તિની 4 પત્નીઓ હોવી જોઇએ. જેની પાછળ એક રસપ્રદ કહાની છે. બુદ્ધના પ્રારંભિક ઉપદેશ વાળા 32 આગમ સુત્રો પૈકીના એકમાં આ વાતનો ઉલ્લેખ છે.
એક વ્યક્તિની 4 પત્નીઓ હતી. પ્રાચીન ભારતની સામાજિક વ્યવસ્થામાં એક પુરૂષ અનેક પત્નીઓ રાખી શકતો હતો. એકવાર તે વ્યક્તિ બિમાર પડ્યો.સમય વિતતો ગયો અને તેને પોતાની મૃત્યુ નજીક આવતી જોઇને તેણે ચારેય પત્નીઓને બોલાવી અને એક પછી એક પોતાની સાથે પરલોક આવવા માટે કહ્યું.
વ્યક્તિએ પોતાની પત્નીઓને કહ્યું કે, મે તમને દિવસરાત પ્રેમ કર્યો. આખી ઉંમર તમારો ખ્યાલ રાખ્યો. હવે હું મરવાનો છું. શું તમે મારી સાથે આવશો? પહેલી પત્નીએ જવાબ આપ્યો કે, મને ખબર છે કે તમે મને ખુબ જ પ્રેમ કરો છો. જો કે હું મૃત્યુના સમયે તમારી સાથે ન આવી શકું. અલવિદા પ્રિય.
ADVERTISEMENT
બીજી પત્નીનો જવાબ હતો કે, તમારી પહેલી પત્નીએ તમારી સાથે આવવાનો ઇન્કાર કરી દીધો તો પછી હું તમારી સાથે શા માટે આવું? ત્રીજી પત્નીએ કહ્યું કે, મને તમારા પર દયા આવી રહી છે. તમારા માટે દુખ પણ છે. માટે હું અંતિમ સંસ્કાર સુધી સાથે રહીશ. તેની આગળ હું તમારી સાથે નહી આવી શકું.
ચોથી પત્ની સાથે તે પુરૂષે હંમેશા એક દાસીની જેમ વ્યવહાર કર્યો હતો. માટે તેને લાગ્યું કે, તે તો ક્યારે પણ સાથે આવવા માટે તૈયાર નહી થાય.તેમ છતા તેણે ચોથી પત્નીને પુછ્યું કે શું તુ મારી સાથે આવીશ? ચોથી પત્નીએ તુરંત જ પતિનો પ્રસ્તાવ સ્વિકારી લીધો. ચોથી પત્નીએ જવાબ આપ્યો કે, હું તમારી સાથે આવીશ. કંઇ પણ હોય હું હંમેશા તમારી સાથે રહેવા માટે દ્રઢ સંકલ્પિત છું. હું તમારાથી અલગ રહી શકું તેમ જ નથી.
ADVERTISEMENT
જેથી બુદ્ધે વાતનો અંત કરતા કહ્યું કે, દરેક પુરૂષ અને મહિલાની ચાર પત્નિઓ અથવા પતિ હોય છે અને દરેકનો એક ખાસ અર્થ હોય છે. પહેલી પત્ની આપણું શરીર હોય છે, જેને આપણે દિવસરાત પ્રેમ કરીએ છીએ. જો કે દુર્ભાગ્યથી જીવનના અંતે શરીર આપણી સાથે આવતું નથી.
ADVERTISEMENT
બીજી પત્ની ભાગ્ય,ભૌતિક વસ્તુઓ, ધન સંપત્તી છે. જેના માટે આપણે આખુ જીવન મહેનત કરીએ છીએ. જો કે મૃત્યુ બાદ તે પણ સાથે આવતી નથી અને અહીં જ રહી જાય છે. ત્રીજી પત્નીનો અર્થ સંબંધો હોય છે. મૃત્યુ બાદ ભાઇ-બહેન, માતા-પિતા, પત્ની, પુત્ર તમામ સંબંધો અહીં જ રહી જાય છે. કોઇ કે કાંઇ સાથે આવતું નથી.
જો કે ચોથી પત્ની આપણું મન અથવા ચેતના હોય છે. ક્રોધ,લોભ અને અસંતોષના કર્મના નિયમ છે. આપણે આપણા કરમથી ક્યારે પણ પીછો છોડાવી શકીએ નહી. જેથી ચોથી પત્ની હંમેશા આપણી સાથે જ રહે છે. માટે સારા કર્મો કરવા ખુબ જ જરૂરી છે.
ADVERTISEMENT