મહાઠગ કિરણ પટેલે માત્ર રૂ.100 ખર્ચીને કાશ્મીર પ્રશાસનને છેતર્યું, નેતાઓને કાશ્મીરમાં પ્લોટના સપના બતાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ નકલી PMO ઓફિસર બનીને કાશ્મીરમાં Z પ્લસ સિક્યોરિટી મેળવનાર કિરણ પટેલના કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કિરણ પટેલે J&K પ્રશાસનને છેતરવા માટે માત્ર 100 રૂપિયા ખર્ચ્યા હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા કિરણ પટેલને મણિનગરમાંથી રૂ.100માં છપાયેલા માત્ર 10 વિઝિટિંગ કાર્ડ લઈને ફરતો હતો. આ વિઝિટિંગ કાર્ડ્સના આધારે તેણે સમગ્ર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે છેતરપિંડી કરી અને પછી ધમકાવ્યા પણ હતા. કિરણ પટેલે ગયા ફેબ્રુઆરી અને માર્ચમાં શ્રીનગરમાં ચાર કર્મચારીઓ, ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથેની બેઠકો માટે અમદાવાદના મણિનગરમાં છાપેલા વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિરણ પટેલ વિઝિટિંગ કાર્ડ આપ્યા બાદ પાછા લઈ લેતો હતો.

બે મિત્રોને લઈને કાશ્મીર પહોંચ્યો હતો કિરણ પટેલ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ શ્રીનગર પોલીસે કિરણ પટેલને હોટેલ લલિતના રૂમ નંબર 1107માંથી પકડ્યો ત્યારે અમિત પંડ્યા અને જય સીતાપરા પણ કિરણ પટેલ સાથે હાજર હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે શ્રીનગર પહોંચતા જ કિરણ પટેલે શ્રીનગરના વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત વિવિધ અધિકારીઓને ફોન કર્યો હતો. તેમાં તેણે તેના અને તેના બે સાથીદારો માટે હોટલ, ઝેડ પ્લસ સુરક્ષા અને બુલેટપ્રૂફ વાહનોની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.

અધિકારીઓને કાશ્મીરમાં પ્લોટના સપના બતાવ્યા હતા
ધરપકડના થોડા દિવસો પહેલા આરોપી કિરણ પટેલે શ્રીનગરમાં તેના એસ્કોર્ટ સાથે મોબાઈલ સિગ્નલ જામર ન આપવા બદલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને પણ ફટકાર લગાવી હતી. બીજી તરફ ગુજરાત પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ખુલાસો કર્યો છે કે કિરણ પટેલ, અમિત પંડ્યા અને જય સીતાપરાએ વિવિધ વરિષ્ઠ રાજકારણીઓ અને નિવૃત્ત સરકારી અધિકારીઓને કાશ્મીરમાં વિવિધ પ્લોટના સપના બતાવ્યા હતા.

ADVERTISEMENT

મોટા નેતાઓના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરતો
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કિરણ પટેલ મોટા નેતાઓ સાથે તેમના નામનો ઉપયોગ કરીને છેતરપિંડીનો ધંધો ચલાવતો હતો. છેલ્લી વખત જ્યારે તે પકડાયો હતો, ત્યારે તેના જોડાણો અને સંપર્કોને કારણે તેને ઝડપથી છોડી દેવામાં આવ્યો હતો. વડોદરામાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે તેને થોડા કલાકોમાં જ છોડી દીધો હોવાનું કહેવાય છે. આવું જ કંઈક અન્ય કેસોમાં પણ બન્યું છે. જો કે કિરણ પટેલ નકલી પીએમઓ ઓફિસર બનવાના કારણે શ્રીનગર પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે, પરંતુ આ વખતે પણ તેની સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ગેરમાર્ગે દોરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT