કિરણ પટેલ કેસઃ ડિગ્રી, સોશ્યલ મીડિયા, પ્રોપર્ટી… 360 ડિગ્રી તપાસ કરશે.. ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદઃ બ્લફ માસ્ટર કિરણ પટેલ જમ્મુ-કશ્મીરથી અમદાવાદ પોલીસની જડબેસલાક સુરક્ષા સાથે પહોંચી ચુક્યો છે, ના હોં… પેલી z પ્લસ વાળી નહીં… આરોપીને લવાય તેવી સુરક્ષામાં.…
ADVERTISEMENT
અમદાવાદઃ બ્લફ માસ્ટર કિરણ પટેલ જમ્મુ-કશ્મીરથી અમદાવાદ પોલીસની જડબેસલાક સુરક્ષા સાથે પહોંચી ચુક્યો છે, ના હોં… પેલી z પ્લસ વાળી નહીં… આરોપીને લવાય તેવી સુરક્ષામાં. કારણ કે z પ્લસ વાળા દિવસો ગયા અને હવે જે પ્લસ માઈનસ કરવાનું છે તે પોલીસ અને તેને બચાવવા જો વચ્ચે પડનારા કોઈ આકા હશે તો તેનું થવાનું છે. ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આજે તેને જ્યારે પત્રકારો સામે રજુ કર્યો ત્યારે તેના પેલા z પ્લસ સુરક્ષા વાળા દિવસો તેને 100 ટકા યાદ આવ્યા હશે. કારણ કે તે રુઆબની સામે તો હાલ તેને પોલીસના ઘૂંટણીયે પડી જવું પડ્યું હતું. પોલીસ હવે તેના કેસમાં 360 ડિગ્રી તપાસની વાત કરે છે. જોકે રાજકારણ સાથે સીધો નાતો ધરાવતા અને તેમાં પણ સત્તાધારી પક્ષના જ નેતાઓના તાર જોડાયા સુધીના આક્ષેપો સામે આવ્યા પછી આ કેસમાં 360 ડિગ્રી તપાસ થવી કેટલી વિશ્વનીય અન સચોટ બને છે તે અમે અને તમે બંને જોવાના તો છીએ જ.
IPS ચૈતન્ય માંડલીકે શું કહ્યું?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, કિરણ પટેલને કોર્ટના હુમકના આધારે જમ્મુ કશ્મીરથી બાય રોડ અહીં અમે રાત્રે એરેસ્ટ કર્યો છે. હવે તેના રિમાન્ડની કોર્ટમાં માગણી કરવામાં આવશે. કુલ પાંચ ગુનાઓ તેની સામે નોંધાયા છે. બાયડ, નરોડા, જમ્મુકશ્મીર, અમદાવાદ એમ અલગ અલગ જગ્યા પર કેસ નોંધાયા છે. આ પોતે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવે છે, રાજકીય વગ ધરાવતા હોવાનો વગ ઊભો કરી છેરપીંડી કરે છે. જે પણ અરજીઓ છે ફરિયાદો છે, તેની તપાસ કરીને બીજા ગુના પણ નોંધાશે. 360 ડિગ્રી ઈન્વેસ્ટીગેશન ચાલુ છે. તેની ડિગ્રીથી લઈ તેની પ્રોપર્ટી, સોશ્યલ મીડિયા બધી જ તપાસ કરવાની છે. હાલ તેની પુછપરછ કરીશું તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે. તે પોતે પણ કોમ્પ્યુટર ઈજનેર હોવાનું જણાવે છે, વિદેશમાં નોકરી કરતો હોવાનું કહે છે વગેરે દર્શાવે છે તેથી સત્યની તપાસ કર્યા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. હજુ બીજા કયા ગુનાઓ કર્યા છે તે પણ તપાસ થશે. તેણે બંગલો કેવી રીતે પચાવ્યો તે બધી તપાસ થશે.
‘ત્યાં પણ સત્તાધારી દળનું વર્ચસ્વ’ NCP બૉસે કહ્યું અદાણી પર કેમ નથી ઈચ્છતા JPC
માલિની અંગે ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, તેની પત્ની માલિની પણ મુખ્ય માસ્ટર માઈન્ડ કિરણ હોવાનું જ જણાવે છે. બંગલો પચાવી પાડવામાં તેનો જ મુખ્ય રોલ હતો. પોતે ભાગીદાર હોવાનું તે કહે છે. રિમાન્ડ મળ્યા પછી વધુ પુછપરછ થશે. માલિનીની પુછપરછમાં જે પણ કહ્યું છે તેને કિરણ સાથે વેરિફાય કરાશે. અગાઉ ભલે રૌફ જમાવ્યો હોય પણ અમને નથી લાગતું કે કોઈની હિંમત છે કે ક્રાઈમ બ્રાન્ચ આવીને રૌફ જમાવે. અમદાવાદના ગુનામાં તેની પત્ની પણ આરોપીમાં છે. તેના સામે બીજા કોઈ ગુના હાલ સામે આવ્યા નથી. અમિત પંડ્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, અમદાવાદના બંગલો પચાવી પાડવાના ગુનામાં માત્ર બે જ આરોપી છે તેમાં એક માલિની પટેલ અને બીજો કિરણ પટેલ છે. માલિનીની પુછપરછ થઈ ગઈ છે અને કિરણના રિમાન્ડ મળતા વધુ કાર્યવાહી થશે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT