એક સફરજન માટે હત્યા! સુરતમાં હવે ન થાય તેટલું ઓછું છે
સુરત : શહેરના પુણા વિસ્તારમાં હત્યાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણા વિસ્તારમાં આવેલા આઇ માતા મંદિર નજીક અજાણ્યા ઇસમો બોલેરો ગાડીમાં આવીને એક લાશ…
ADVERTISEMENT
સુરત : શહેરના પુણા વિસ્તારમાં હત્યાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પુણા વિસ્તારમાં આવેલા આઇ માતા મંદિર નજીક અજાણ્યા ઇસમો બોલેરો ગાડીમાં આવીને એક લાશ ફેંકીને ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ગુનામાં સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા પિતા અને તેના બે પુત્રોની હાલ તો ધરપકડ કરી છે. જેમાં રોષે ભરાયેલા સફરજન વેચનાર બાળકિશોરો ગ્રાહકના માથામાં લાકડાના ફટકા મારતા તેનું મોત નિપજ્યું હતું.
બોલેરો ગાડીમાંથી કેટલાક ઇસમો ફરાર થતા જોવા મળ્યાં
સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇ માતા સર્કલ નજીક એક બોલેરો ગાડીમાં આવેલા ઇસમો રસ્તા પર લાશ મુકીને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ પોલીસને કરાઇ હતી. હત્યાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તત્કાલ બાતમીદારોને કામે લગાડ્યા હતા. અમરોલી આવાસ ખાતેથી સુનિલ દેવીપુજક અને પિતા ચંદુભાઇ દેવીપૂજકની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સફરજનના ભાવ બાબતે રકઝક અને પછી મળ્યું સીધુ જ મોત
જો કે હત્યાનું કારણ જાણીને પોલીસ પોતે પણ ચોંકી ઉઠી.ચંદુ દેવીપુજક બોલેરો કારમાં ફ્રુટનો વેપાર કરે છે. ગત્તગત્ત રાત્રિના રોજ તેનો નાનો પુત્ર ગાડી સાથે રહી સફરજન વેચી રહ્યો હતો. દરમિયાન મૃતક યુવક મહિલપાલ આહિર સફરજન ખરીદી કર્યા બાદ પૈસા મુદ્દે માથાકુટ કરી હતી. આખરે ગાળાગાળી થવા લાગતા લાકડાનો ફટકો યુવકના માથામાં મારી દીધો હતો. જેના પગલે તે ઢળી પડ્યો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT