દિયોદરની યુવતીનું પોલીસ જાપ્તામાંથી અપહરણ: બનાસકાંઠા LCBએ રાજસ્થાનથી પકડ્યા
ધનેશ પરમાર.બનાસકાંઠા: દિયોદરની યુવતીનું પોલીસ જાપ્તામાંથી અપહરણ કરી ભાગેલા અપહરણકારો પોલીસની આબરૂનું વધુ ધોવાણ કરે તે પૂર્વે બનાસકાંઠાની એલસીબી પોલીસે આ કેસના ચાર આરોપીઓને રાજસ્થાનમાંથી…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠા: દિયોદરની યુવતીનું પોલીસ જાપ્તામાંથી અપહરણ કરી ભાગેલા અપહરણકારો પોલીસની આબરૂનું વધુ ધોવાણ કરે તે પૂર્વે બનાસકાંઠાની એલસીબી પોલીસે આ કેસના ચાર આરોપીઓને રાજસ્થાનમાંથી દબોચી લઈ દીયોદર પોલીસના હવાલે કર્યા છે.
શુક્રવારે બનાસકાંઠાના દીઓદરથી શિહોરી જતાં રોડ પર મુલકપુર ગામ નજીક દીયોદર પોલીસ ઉપર હુમલો કરી પોલીસના તાબામાંથી પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ કરી ભાગી ગયેલા આરોપીઓનો લાઈવ વીડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટના બન્યા બાદ બનાસકાંઠા એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનના પીંડવાડા નજીકથી અપહરણ કરનારા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પ્રેમલગ્ન કરનાર યુવતીને જુબાની માટે શિહોરી લઈ જવાતી હતી એ દરમિયાન દિયોદર નજીક અજાણ્યા ઇસમોએ પોલીસની ગાડી ઉપર હુમલો કરી પોલીસને ઇજા પહોંચાડી યુવતીનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા.
મોંઘીદાટ કારના કચ્ચરઘાણઃ જૂનાગઢમાં વરસાદની બેટિંગે વાનનોના કર્યા આવા હાલઃ Photos
જોકે આ ચકચારી ઘટના સંદર્ભે બનાસકાંઠા એલસીબી પોલીસે દિલ ધડક ઓપરેશન હાથ ધરી ચાર આરોપીઓને રાજસ્થાનના પિંડવાડા નજીકથી ઝડપી લઈ અપહૃત યુવતીનો કબજો મેળવી યુવતીનો હેમખેમ છુટકારો કરાવ્યો છે. આ સફળ કાર્યવાહીની વિગતો આપતા દિયોદરના ડીવાયએસપી ગોહિલે જણાવ્યું હતું કે, દિયોદરની યુવતીનું પોલીસ જાપ્તામાંથી અપહરણ કરવાના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ એલસીબી પોલીસ અપહરણકારો તેમજ યુવતીને શોધવા કામે લાગી હતી. જે દરમ્યાન આરોપીઓ રાજસ્થાનના પિંડવાડા પોલીસ સ્ટેશનની હદમાંથી ગુન્હામાં વપરાયેલી કારમાં યુવતીને લઈને ફરી રહ્યા હોવાની બાતમી મળતા એલ.સી.બી.ની ત્રણ ટીમોને તુરંત રાજસ્થાન તરફ રવાના કરી અપહરણકારોના લોકેશનની તપાસ હાથ ધરાઇ હતી. અપહરણકારોની કારને એલસીબી પોલીસે ચારે બાજુથી ઘેરી લઇ ચાર અપહરણકારોને દબોચી લઈ અપહૃત યુવતીને છોડાવી હતી. એલસીબી પોલીસે ઝડપી પાડેલા અપહરણકારોને આજે કાંકરેજના થરા પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જ્યાં દીઓદર ડીવાયએસપી ગોહિલે એલસીબી પોલીસના આ સફળ ઓપરેશન મામલે વિસ્તૃત જાણકારી આપી પત્રકારોને માહિતગાર કર્યા હતા. પોલીસ પર હુમલો કરી પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ કરવાના આ ચકચારી કેસમાં ભડથ ગામના મનુભા ઉર્ફે મુસાભાઇ આઈદાનસિંહ વાઘેલા, મૂડેઠા ગામના વિક્રમસિંહ કુંવરસિંહ રાઠોડ, ભડથ ગામના ધનભા ઉર્ફે ભયલુ કપૂરસિંહ વાઘેલા અને પાલડી ગામના પ્રવીણભાઈ નાનજીભાઈ ઠાકોરને ઝડપી લઇ જેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT