kheda Murder Case: યુવતીના અંતિમ સંસ્કારમાં ગામ હિબકે ચડ્યું ,ત્રાજમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ: ગઈકાલે સાંજે સુરતની ગ્રીષ્મા હત્યા કેસનું ગુજરાતમાં પુનરાવર્તન થયું છે. ખેડા જિલ્લાના ત્રાજમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે બુધવારે સાંજના સમયે તરૂણીને ભરી બજારમાં રહેંસી…
ADVERTISEMENT
અમદાવાદ: ગઈકાલે સાંજે સુરતની ગ્રીષ્મા હત્યા કેસનું ગુજરાતમાં પુનરાવર્તન થયું છે. ખેડા જિલ્લાના ત્રાજમાં એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે બુધવારે સાંજના સમયે તરૂણીને ભરી બજારમાં રહેંસી નાંખી હતી. જેની આજે અંતિમયાત્રા નીકળતા આખુ ગામ હિબકે ચડ્યું હતું. ગામમાં જાણે આંસુની નદીઓ વહેતી થઈ હતી. હજુ એક સપ્તાહ પહેલા જ રક્ષાબંધનના દિવસે જે ભાઈના કાંડા પર તરૂણીએ રાખડી બાંધી હતી અને બરાબર એક સપ્તાહ પછી ભાઈએ નનામીને કાંધ આપી ભારે હૈયે વ્હાલસોઇ બહેનને મુખાગ્ની આપી હતી.
એક તરફ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાત કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ફરી એક વાર તરુણીની જાહેરમાં હત્યા કરી નાખી. ગુજરાતમાં હજુ સુરતની ગ્રીષ્માની ઘટના લોકોની નજર સામે જ છે ત્યારે બીજી તરફ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. એક તરફી પ્રેમમાં પાગલ 46 વર્ષીય રાજૂએ તરૂણીને બેરહેમીથી રહેંસી નાખી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તરૂણીના અંતિમ સંસ્કારમાં આખું ગામ હિબકે ચડ્યું હતું. તરૂણીએ ભાઈને જે હાથે રાખડી બાંધી હતી તે જ હાથે તેમન ભાઈએ મુખાગ્ની આપી હતી. ત્રાજમાં હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
શું હતી ઘટના
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, હાલ આરોપી ઝડપાયો છે અને તપાસ ચાલુ છે. આ હત્યા શા માટે થઈ? હત્યામાં કોણ જવાબદાર? અને તમે આ હત્યાનો પ્લાન કેવી રીતે બનાવ્યો? પોલીસે તેની તપસ્યા શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 46 વર્ષીય રાજુ પટેલની ભત્રીજી યુવતી સાથે અભ્યાસ કરતી હતી. જેના કારણે યુવતી અવારનવાર આરોપીના ઘરે આવતી હતી. ત્યાંથી આરોપી તરૂણી સાથે એકતરફી પ્રેમમાં પડ્યો હતો. તરૂણી ને તેની જાણ થઈ, જેના કારણે તે તેની મિત્રને મળવા આરોપીના ઘરે જવાનું બંધ કરી દીધું. આ વાત આરોપી રાજુ પટેલને ગમી ન હતી અને બુધવારે સાંજે 7:30 વાગ્યે તરૂણી પાન પાર્લરમાંથી ઠંડા પીણા ખરીદતી હતી ત્યારે પાછળથી આવીને તેણે કાગળ કાપવાની છરી વડે તરૂણીનું ગળું કાપી નાખ્યું હતું. આટલું જ નહીં, આરોપીઓએ તરૂણીને છરીના ત્રણ-ચાર ઘા પણ કર્યા હતા. જેના કારણે તરૂણી લોહીથી લથબથ થઈ ગઈ હતી. તરૂણીનું હોસ્પિટલમાં જ મોત થયું હતું.
ADVERTISEMENT
પરિવારે તાત્કાલિક ન્યાયની કરી માંગ
હત્યાના કારણે તરૂણીના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તરૂણીના પરિવારજનોની માંગ છે કે, સુરતમાં ગ્રીષ્મા પટેલ હત્યા કેસની જેમ આરોપી ફેનીલને વહેલી તકે સજા કરવામાં આવી છે તેવી જ રીતે આ આરોપીને પણ વહેલી તકે સજા થવી જોઈએ. પોલીસે હત્યાની તમામ કડીઓ એકત્રિત કરવા માટે અનુભવી પોલીસકર્મીઓની એક ટીમ પણ બનાવી છે જેથી પરિવારને ન્યાય મળી શકે.
ADVERTISEMENT