ખેડાઃ પિતાએ 9 વર્ષની દીકરી સાથે કર્યો આપઘાત, કહ્યું ‘માફ કરજો, મારી પાસે કોઈ ઉપાય ન્હોતો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ કપડવંજ શહેરમાં રત્નાકર માતા રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેડ એ વીંગમાં 505 નંબરના ફ્લેટમાં રહેતા ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ તથા તેમની નવ વર્ષની દીકરી જોલીએ આત્મહત્યાનું પગલું ભરતા સમગ્ર કપડવંજ પંથકમાં ભારે ચકચાર મચી છે.બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર દોડી આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંતિમચિઠ્ઠીમાં સ્પષ્ટતા નહીં
મળતી માહિતી અનુસાર કપડવંજમાં ભાવિકભાઈ અરવિંદભાઈ પટેલ તથા તેમની નવ વર્ષની દીકરી જોલીએ આત્મહત્યાનું પગલું ભરતા પહેલા ઘરમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવ્યું નથી, પરંતુ હવે અમે આ દુનિયામાં રહેવાના નથી તેનો માત્ર ઉલ્લેખ કર્યો છે. હજુ સુધી આ સામૂહિક આપઘાત પાછળનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આ ઘટના અંગે મૃતકે તેમના બનેવી તથા ફુવાને સુસાઇડ નોટમાં ઉલ્લેખી મોબાઈલ નંબર ઉપર પર તેમને આ ઘટના અંગે જાણ કરવાનો ઉલ્લેખ કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના PI એ.આર.ચૌધરી તથા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આકસ્માતે મોત સંદર્ભે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મરનારના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામા આવ્યા છે. સાથે જ ગુજરાત તક સાથેની વાતચીતમાં કપડવંજ ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.ચૌધરીએ જણાવ્યું કે,ભાવિકભાઈની પત્ની કોરોના કાળ દરમિયાન અવસાન પામી હતી.અને ત્યારબાદ આ પિતા પુત્રી એકલા સાથે રહેતા હતા. ભાવિકભાઈ ડ્રાઈવીંગની નોકરી કરતા હતા અને દિકરી 3જા ધોરણમાં ભણતી હતી. ટ્યુશન જવાનો સમય થયો અને દીકરી ઘરની બહાર ન આવતા પાડોશીઓ ઘરે ગયા ને ત્યાં આ ઘટના સામે આવી. પ્રાથમિક તપાસમાં પિતાએ પ્રથમ દીકરીનું ગળુ ડબાવ્યું અને દીકરીની પાસે માતાનો ફોટો મુકી સ્યુસાઇડ નોટ લખી પોતે પણ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસની તપાસ શરૂ
હાલતો આ ઘટનાને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ પણ પેનલ ડૉકટર સાથે દીકરીનું પોસ્ટમોર્ટમ કરાવશે અને ત્યાર બાદ તપાસમા શું આવે છે એ મુજબ આગળની કાર્યવાહી કરશે પરંતુ 12 વર્ષની દીકરી સાથે પિતાએ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. પિતાએ અંતિમ ચિઠ્ઠીમાં આ ઉપરાંત એ પણ વાત કરી હતી કે માફ કરજો મારી પાસે કોઈ ઉપાય ન હતો. પોલીસ હવે નિવેદનો અને વધુ તપાસનો ધમધમાટ કરશે પછી વધુ ચિત્ર સ્પષ્ટ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT