junagadh : આત્મ વિલોપનની ચીમકી આપી ગુમ થયેલા મોજગીરી બાપુને કેશોદ પોલીસે શોધી કાઢ્યા, જાણો કેમ ભર્યું હતું આવું પગલું
ભાર્ગવી જોશી, જૂનાગઢ: જિલ્લામાં વધુ એક સાધુ વિવાદના વંટોળે ચડયા છે. જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરથી મહંત ગાયબ થતા ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢના…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: જિલ્લામાં વધુ એક સાધુ વિવાદના વંટોળે ચડયા છે. જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરથી મહંત ગાયબ થતા ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરના મહંત મોજગીરી બાપુએ સોશિયલ મીડિયા મારફતે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં વિસાવદરની મહિલા પોતાને બ્લેકમેઇલ કરી રહી છે. જેનાં ત્રાસથી તેઓ ગુમ થઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આત્મહત્યા કરીશ તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ ગુમ થયેલા મહંત મળી આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વધુ એક સાધુ વિવાદમાં ફસાયા છે. ત્યારે ગઇકાલથી આત્મવિલોપનની ચીમકી આપી ગાયબ થયેલા કેશોદના મહંત મોજગીરી બાપુને કેશોદ પોલીસે શોધી કાઢ્યા છે. ત્યારે ઘંસારી ગામના મહંત મોજગીરી બાપુએ પ્રતિક્રીયા આપી છે. તેમણે કહ્યું કે, હવે તેઓ આત્મ વિલોપન નહી કરે
હવે નહીં કરે આત્મવિલોપન
મોજગીરી બાપુએ કહ્યું હતું કે ખોટી કનડગત કરવામાં આવતી હોવાથી તેઓએ આ પગલું ભરેલ છે. ત્યારે હવે તેઓ આત્મ વિલોપન નહી કરે તેવું પણ જણાવ્યું હતું. જવાબદાર સામે વિસાવદર પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું હતું વિડીયો વાયરલ કરીને
જૂનાગઢના ઘંસારી ગામના મહંત મોજગીરી બાપુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેઓને એક મહિલા બ્લેકમેઇલ કરી રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ વીડિયોમાં મહંતે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, હાલ મહંત પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. વિડીયોમાં કહ્યું હતું કે, ‘બધા મારી વિનંતી સાંભળજો. મેં આખી જિંદગી પશુ-પક્ષીઓની સેવા જ કરી છે. મેં એક બહેન બનાવી છે, તેનું નામ મંગુબેન છે. હું તેમની પાસે રાખડી પણ બંધાવતો હતો. જેના ફોટા પણ છે. વિસાવદરના હનુમાન પરામાં રહેતા મંગુબેન અને તેમના જેઠ રતીભાઈ સાધુઓના વીડિયો ઉતારીને તેમને બ્લેક મેઈલ કરે છે. ‘મેં તેમને અનેક વખત ટોક્યા કે આવું ન કરો, તો તેઓ મને કહે છે કે તમારો પણ વીડિયો ઉતારેલો છે. આ બંનેની સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં 20થી 25 જેટલી અરજીઓ કરવામાં આવી છે. છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ વીડિયોને વિસાવદર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દો. હું કંઈક ખોટું પગલું ભરું એ પહેલા આ વીડિયોને ખૂબ વાયરલ કરજો. મંગુબેન અને રતીભાઈ સામે કાર્યવાહી નહીં થાય તો હું આત્મવિલોપન કરી લઈશ. મારો કંઈ વાંક નથી. મારો ખરાબ વીડિયો ઉતાર્યો હોય તો બતાવે’
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT