પાટણમાં કીર્તિદાન ગઢવીનો અનોખો ડાયરો, જાણો કેમ લોકો રોટલા લઈ પહોંચ્યા ડાયરામાં?
પાટણ: સામાન્ય રીતે ગુજરાતમાં ડાયરો યોજતો રહે છે. અને ડાયરામાં આપણે રૂપિયા નો વરસાદ જોયો છે. હવે તો ડોલરનો વરસાદ કરવામાં આવે છે. ત્યાર બાદ…
ADVERTISEMENT
પાટણ: સામાન્ય રીતે ગુજરાતમાં ડાયરો યોજતો રહે છે. અને ડાયરામાં આપણે રૂપિયા નો વરસાદ જોયો છે. હવે તો ડોલરનો વરસાદ કરવામાં આવે છે. ત્યાર બાદ સોના અને ચાંદીના સિક્કાનો વરસાદ કરવામાં આવે છે. પરંતુ કીર્તીદાન ગઢવીનો અનોખો ડાયરો સામે આવ્યો છે. જેમાં લોકો પૈસા નહીં પણ રોટલા અને રોટલી લઈને આવ્યા હતા.પાટણ શહેરના રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ પાટોત્સવ નિમિતે કલાકાર કીર્તિદાન ગઢવીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નથી પણ જે ડાયરો જોવા માટે લોકો ઘરે થી રોટલો રોટલી લાઈને આવ્યા હતા.
પાટણ હાંસાપુર મલ્હાર લિંક રોડ ઉપર આવેલુ રોટલીયા હનુમાન મંદિર સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાના મંદિરે છે કે જ્યાં માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. ત્યારે રોટલીયા હનુમાન દાદાના મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જોકે ડાયરામાં પ્રવેશ મેળવવા માટે ટિકિટ કે પાસની વ્યવસ્થા કરવાંમાં આવે છે. પરંતુ આ ડાયરો જોવા માટે લોકોને ઘરેથી રોટલા કે રોટલી લઈને આવ્યાહતા .કીર્તિદાન ગઢવી ડાયરામાં લોકગીતોની રમઝટ બોલાવી હતી.ત્યારે ડાયરો સાંભળવા માટે આવેલ ભક્તોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.
આ પણ વાંચો: તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલનું મહત્વનું ટ્વિટ, જાણો હવે શું કહ્યું
ADVERTISEMENT
પશુ માટે ઉઘરવવામાં આવ્યા રોટલા
કમા સહિતના લોકો મોટી સંખ્યામાં ડાયરો સાંભળવા માટે મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા .આમ આ ડાયરા માં આવેલ રોટલા રોટલી ના પ્રસા ને શહેર ના અબોલ પશુઓ અને શ્વાનને ખવરાવવામાં આવશે.આમ લોક ડાયરા માં 50 હજાર થી વધુ રોટલા રોટલી લોકો લઈને આવ્યા હતા.કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને રોટલાઓ સાથે તોલ્યા હતા. જ્યારે પશુ માટે કરવામાં આવેલ આ દાયરામાં લોકોએ મન મૂકી પૈસા ઉડાવ્યા હતા. ડાયરામાં 9.96 લાખ ની નોટો પણ અબોલ પશુઓને માટે એકત્રિત થયા છે.
(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ, પાટણ )
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT