ઉનામાં રામનવમી પર ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, કોર્ટે જેલમાં મોકલી
ગીરસોમનાથ: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા.…
ADVERTISEMENT
ગીરસોમનાથ: રામનવમીના તહેવારે ઉનામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડકાઉ ભાષણ આપવા મામલે કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ આપતા અથડામણ અને વિરોધ પ્રદર્શન થયા હતા. આ મામલે આજે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દેતા હવે તેને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવી છે.
શું હતો મામલો?
કાજલ હિન્દુસ્તાની પર ચોક્કસ સમુદાય વિશે લવ જેહાદ સહિતના મુદ્દાઓ પર નિવેદન કરતા ભારે વિવાદ સર્જાયો હતો. રામનવમીએ તેના ભાષણ બાદ ઉના શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને કુંભારવાડામાં પથ્થરમારાનો પણ બનાવ બન્યો હતો. કાજલના નિવેદન બાદ એક સમાજ દ્વારા ઉના બંધનું એલાન અપાયું હતું. ઘટનાને પહલે ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ કાજલ વિરુદ્ધ પોલીસે IPCની કલમ 295 (A) હેઠળ FIR નોંધી હતી.
કાજલ હિન્દુસ્તાની કોણ છે?
કાજલ હિન્દુસ્તાનીનું આખું નામ કાજલ સિંગલા છે અને તે જામનગરની રહેવાસી છે. તેણે પોતાની અટક બદલીને હિન્દુસ્તાની કરી નાખી છે. રિપોર્ટ મુજબ, તે રાષ્ટ્રવાદી છે અને ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. સોશિયલ મીડિયામાં પણ તેના ફોલોઅર્સની સંખ્યામાં હજારોમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT