Junagadh નું અનોખું કેફે: અહીં કચરો આપો તો નાસ્તો અને જ્યુસ મળે છે

ADVERTISEMENT

Junagadh Cafe
Junagadh Cafe
social share
google news

Junagadh News : ગુજરાતના જુનાગઢમાં એક અનોખું પ્રાકૃતિક પ્લાસ્ટિક કેફે શરૂ થયું છે. અહીં પ્લાસ્ટિકનો કચરો આપીને તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી શકો છે. ડોઢ વર્ષમાં પ્રાકૃતિક પ્લાસ્ટીક કેફેએ 2 હજાર કિલો નાસ્તાનું વેચાણ કરીને 3 હજાર કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યું છે. જેને વેચીને લાખો રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત સખી મંડળની અનેક મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

જૂનાગઢમાં દોઢ વર્ષ પહેલા શરૂ થયું અનોખું કેફે

જૂનાગઢમાં દોઢ વર્ષ પહેલા એક અનોખુ પ્લાસ્ટિક કેફે ખુલ્યું હતું. અહીં ઓર્ગેનિક નાસ્તામાં બદલી દેવામાં આવે છે અને ઘર તથા દુકાનમાં જમા કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ કરાય છે. એટલે કે નાસ્તો કરવા માટે પૈસા નહી પરંતુ પ્લાસ્ટિકનો કચરો આપવો પડે છે. પ્લાસ્ટિકની બોટલ, રેપર સહિત કોઇ પણ પ્લાસ્ટિક વેસ્ટ આપીને તમે નાસ્તો કરી શકો છો.

અનેક મહિલાઓને મળી રહી છે રોજગારી

આ અનોખા કેફેએ દોઢ વર્ષમાં 3 હજાર કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યું. સખી મંડળના આ પ્રાકૃતિક કેફેને રેખા ગણાત્રા નામની મહિલા ચલાવે છે. તેમણે જણાવ્યું કે, આઝાદ ચોક ખાતે આ પ્લાસ્ટિક કેફેમાં પ્લાસ્ટિકના બદલે ઓર્ગેનિક નાસ્તો અને જ્યુસ પીરસવામાં આવે છે. ઢોકળા, થેપલા, આલુ પરોઠા, પૌઆ, ઉપમા જેવા સ્વાદિષ્ટ વાનગીઓ આપવામાં આવે છે.

ADVERTISEMENT

અહીં નાસ્તા ઉપરાંત વિવિધ પીણા પણ પીરસાય છે

આ ઉપરાંત વિવિધ જ્યુસ પણ પીરસવામાં આવે છે. જેમાં લીંબુનુ શરબત, પુદીના શરબત સહિત અનેક જ્યુસ પીરસવામાં આવે છે. આ કેફેમાં દરરોજ 30 થી 40 લોકો લંચ માટે પહોંચે છે. આ અનોખા કેફે દ્વારા એકત્ર કરવામાં આવેલા પ્લાસ્ટિકને રિસાઇકલ કરનારી ફેક્ટ્રીઓમાં પહોંચાડાય છે. જેમાં આ કેફેને 9 લાખ રૂપિયાની કમાણી થઇ છે. સાથે જ શહેરમાં ફેલાતી ગંદકીને પણ સાફ કરવામાં મદદ કરે છે. તેના કારણે પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. જેથી કેફે શરૂ કરવામાં આવ્યું છે. ગિરનાર પરિક્રમા અને ભવનાથ ક્ષેત્રથી એકત્ર થયેલા પ્લાસ્ટિકના કચરાને પણ અહીં જ પહોંચાડવામાં આવ્યો હતો.

પ્રતિમાસ 350 કિલો પ્લાસ્ટિક એકત્ર થાય છે

દર મહિને 300 થી 350 કિલો પ્લાસ્ટિક એકત્ર થાય છે. બદલામાં વજન અનુસાર સ્વાસ્થય વર્ધક જ્યુસથી માંડીને ખાવાના વિવિધ વાનગીઓ આપવામાં આવે છે. ઓર્ગેનિક નાસ્તો અને માટીના વાસણનો ઉપયોગ કરીને પ્રકૃતિનો અનોખો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી અનોખી પહેલ

આ કેફેને શરૂ કરનાર કલેક્ટરે તેને શરૂ કરતા સમયથી જ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદીત શાકભાજી, ફળ અને અનાજનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અહીં ઓર્ગેનિક નાસ્તો જ બને છે અને માટીના વાસણમાં જ પીરસવામાં આવે છે. આ કેફે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. જેના કારણે દુર દુરના લોકો અહીં નાસ્તો અને લંચ કરવા પહોંચે છે. વર્ષમાં 2000 કિલો નાસ્તો લોકો ઝાપટી ચુક્યા છે. જેના કારણે એક મહિનામાં 25 હજાર રૂપિયા જેટલી કમાણી પણ થાય છે. જુનાગઢ આવનારા લોકો ચોક્કસ અહીં મુલાકાત લે છે.
(વિથ ઇનપુટ ભાર્ગવી જોશી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT