જૂનાગઢના પોલીસ કર્મીના આપઘાત કેસમાં હાઈકોર્ટની ફટકાર પછી તપાસનો ધમધમાટ, આરોપી પણ પોલીસ અધિકારીઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલિયા.મોરબીઃ જૂનાગઢ ખાતે પોલીસમાં ફરજ બજાવતા બ્રિજેશભાઈ લાવડીયા ના આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી ટીમ આજે મોરબી પહોંચી હતી. જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મેઘપર ગામના વતની બ્રિજેશભાઈ લાવડીયા ના આપઘાત મામલે ગુજરાત હાઇકોર્ટ માં ચાલી રહેલા કેસ અંગે કોર્ટ દ્વારા સખત વલણ અપનાવતા અને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા ગત તારીખ 12 ઓગસ્ટ ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોધવામાં આવ્યો છે.

આ પોલીસ અધિકારીઓ સામે નોંધાયો છે ગુનો

આ કેસમાં આરોપીઓ તરીકે જૂનાગઢમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કાપડિયા અને પીએસઆઈ ખાચર હોવાથી આ કેસની તપાસ પોરબંદરના ડીવાયએસપી નિલમ ગોસ્વામી ને સોંપવામાં આવી છે. નિલમ ગોસ્વામી પોતાની ટીમ સાથે આજે મોરબી ખાતે આવ્યા હતા અને ફરિયાદી મૃતકના પુત્ર રીતેશ લાવડીયાની પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે સાહેદોના નિવેદન પણ નોધવામાં આવશે. સાહેદોના નિવેદનો, મૌખિક પુરાવાઓ અને સાયન્ટીફીક પુરાવાઓ જે મળે તે એકઠા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફરિયાદીની એક માંગ છે કે, આરોપીઓને ઝડપથી ધરપકડ કરવામાં આવે અને તપાસ અધિકારી તેમને પૂરતો ન્યાય અપાવશે તેની આશા વ્યક્ત કરી હતી.

પીએમ મોદી લાલ કિલ્લા પરથી સુપ્રીમ કોર્ટના વખાણ કર્યા, CJI એ હાથ જોડી કહ્યું આભાર

શું કહે છે તપાસ કરનાર અધિકારી

પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામી કે જેઓ આ કેસના તપાસ અધિકારી પણ છે તેઓ કહે છે કે, ગત તારીખ 12 ના રોજ વંથલી પોલીસમાં એક ગુન્હો નોધવામાં આવ્યો છે. જેની તપાસ મને સોંપવામાં આવી છે. ગુનો માર્ચ મહિનામાં બન્યો છે. એવીડન્સ મેળવવા માટે ગુનો જ્યાં બન્યો છે તે પીટીસી જુનાગઢથી તપાસ કરીને હું અત્યારે મોરબી જે ફરિયાદી છે તેમની આગળની તપાસ માટે પૂછપરછ અને નિવેદન માટે મોરબી આવ્યા છીએ તેમજ સાહેદો ના પણ નિવેદન નોધવામાં આવશે. હાલ મૌખિક, નિવેદનો અને સાયન્ટીફીક પુરાવાઓ જે મળે તે એકઠા કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

પરિવારને હજુ આશા છે કે ન્યાય મળશે

ફરિયાદી રીતેશ લાવડીયા કહે છે કે, અમારી એક જ માંગ છે કે અમે એફઆઈઆરમાં જેમના નામ આપ્યા છે. ડીવાએસપી કાપડિયા અને પીએસઆઈ ખાચરને પોલીસ કસ્ટડીમાં લઈ લે કે તેની ધરપકડ કરે. તેમજ મેડમ અત્યારે તપાસમાં આવ્યા છે. અમને આશા છે કે અમને પૂરો ન્યાય મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT