હાઈકોર્ટે પોલીસ વિભાગની આકરી ઝાટકણી કાઢી, પોલીસ હોય એટલે ગમે તે કરી શકે!

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news
  • પોલીસની કામગીરીથી હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • ફરિયાદને પાંચ મહિના થયા છતાં તપાસનું નાટક રમી રહી છે પોલીસ: HC
  • મહિલા DySPને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન

Latest Ahmedabad News: જૂનાગઢના પોલીસ તાલીમ કેન્દ્રમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કોઈ કારણસર શાપુરની સીમમાં આપઘાત કરી લીધો હતો. મૃતક પોલીસના ડ્રાઇવરના પુત્રએ પિતાને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. મામલે આજે હાઈકોર્ટે પોલીસ વિભાગની ઝાટકણી કાઢી હતી.

હાઈકોર્ટે જુનાગઢ રેન્જ ડીઆઈજી લીધો ઉધડો

હાઈકોર્ટના આદેશ બાદ DySP અને PSI સામે ગુનો નોંધાયો હતો. પરંતુ ગુનો નોંધાયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. DySP ખુશ્બુ કાપડીયા અને PSI પ્રવિણ ખાચર વિરુદ્ધ પાંચ મહિના થયા છતાં તપાસનું નાટક પોલીસ કેમ રમી રહી છે? આ કેસમાં કેટલી કાર્યવાહી કરવામાં આવી? આવી આકરી ટિપ્પણી કરી પોલીસ કાર્યવાહી મામલે સાવલો ઊભા કર્યા હતા. હાઈકોર્ટે જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો લીધો. ઉપરાંત હાઇકોર્ટ દ્વારા આક્રમક રીતે કહેવામાં આવ્યું કે, કેટલી તપાસમાં લાઈ ડીટેક્શન ટેસ્ટ કરાવ્યો તેનું એફિડેવિટ રજૂ કરવામાં આવે.

 

ADVERTISEMENT

પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ લખો છો: HC

આ સિવાય પોલીસ ફરિયાદ અંગે પણ હાઇકોર્ટે ટકોર કરી હતી. આરોપી વિરુદ્ધ કરવામાં આવેલ પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ કહીને સંબોધયા હતા આ મામલે હાઇકોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો. ઉપરાંત એવું ક્યાંકને ક્યાંક દેખાય રહ્યું છે કે, મહિલા DySPને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય.

મૃતક ડ્રાઈવરના પુત્રએ નોંધાવી ફરિયાદ

મૃતક ડ્રાઈવર બ્રિજેશ લાવડિયાના પુત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યા બાદ DSP ખુશ્બુ કાપડિયા અને PSI પ્રવિણ ખાચર વિરુદ્ધ FIR નોંધવામાં હતી. પુત્ર રિતેશ લાવડિયાએ આક્ષેપ કર્યો હતો કે, તેના પિતાની હત્યા કરવામાં આવી છે. કાપડિયા અને ખાચર પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, હુમલો, ફોજદારી ધાકધમકી અને ભારતીય દંડ સંહિતા (IPC) ની અન્ય સંબંધિત કલમો માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT