જૂનાગઢ: વિશ્વ વિખ્યાત પરબધામે 140 મૂર્તિની સ્થાપના અંગે દિવ્ય ચેતના મહોત્સવની ભવ્ય ઉજવણી
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢના ભેસાણના પરબધામ ખાતે એક સાથે 140 મૂર્તિની સ્થાપનાની ભવ્ય રથયાત્રા અને દિવ્ય ચેતના મહોત્સવ આગામી 6 અને 7 એપ્રિલ ના રોજ યોજાશે.…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી.જુનાગઢઃ જૂનાગઢના ભેસાણના પરબધામ ખાતે એક સાથે 140 મૂર્તિની સ્થાપનાની ભવ્ય રથયાત્રા અને દિવ્ય ચેતના મહોત્સવ આગામી 6 અને 7 એપ્રિલ ના રોજ યોજાશે. રાજસ્થાનથી ખાસ મંગાવેલી મૂર્તિઓ માટે ભવ્ય યાત્રા જેતપુરની પાદરીયા વાડીથી નીકળશે અને પરબધામ ખાતે પહોંચશે.
રાજસ્થાનથી ખાસ 140 મૂર્તિઓ આવશે
જેનો પ્રારંભ હનુમાન જયંતિના દિવસે સવારે સાત કલાકે પ્રારંભ થશે. જેમાં પરબધામના મહંત પરમ પૂજ્ય કરસન દાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આસિર વચન આપી ઉત્સવનો પ્રારંભ કરાવશે. ઉપરાંત તોરણીયા ધામમાં મહંત રાજેન્દ્રદાસ બાપુ પણ હાજરી આપશે અને રથયાત્રાનું આરંભ કરવામાં આવશે આ કાર્યક્રમ બે દિવસ ચાલશે. જે તારીખ.6/4/2023થી લઈને તારીખ.7/4/2023ના રોજ જેમાં આ 140 મૂર્તિ રાજેશસ્થાનના કારીગરો દ્વારા બનાવામાં આવી છે. જેમાં 64 ભેરવ જી/64 યોગીનીજી તેમજ સત સરભંગ ઋષિ તેમજ સપ્ત ઋષિ/દિગપાલજી જેવી મૂર્તિઓ બનાવવામાં આવી છે.
ભૂટાની PMના ચીન પર નિવેદનથી ભારતમાં હડકંપ, હવે ભૂટાન કિંગે ઉઠાવ્યા આ પગલા
હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા…..
સંતો મહંતો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ અંગે મહિત આપતા વિપુલ સંચાનિયાએ કહ્યું કે આ 1000 વાહનો જેમાં ટ્રેકટર, બગી, બળદગાડા, મોટરો અને બાઇક સહિતના વાહનો સાથે નીકળનારી ભવ્ય રથયાત્રામાં લાખો ભાવિકો જોડાશે. આ રથયાત્રાના ઉત્સવમાં હેલિકોપ્ટર દ્વારા કરસનદાસ બાપુના હસ્તે પુષ્પવર્ષા કરવામાં આવશે.
ADVERTISEMENT
મહંતે શું કહ્યું?
પરબધામમાં મહંત સંત કરશનદાસ બાપુએ કહ્યું કે આ અઢારે વર્ણ એક સાથે એક પંગતમાં ભોજન કરી શકે એવી આ ભૂમિમાં કોઈ નાત જાતના ભેદ નથી રખાતા. આ રથયાત્રા ઇતિહાસિક બની રહેશે આ ઉત્સવમાં નામી સંતો મહંતો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહેશે. જે બે દિવસ મોટા પ્રમાણમાં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો સેવા આપશે જેમાં બે દિવસ ભવ્ય સંતવાણી કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT