જુનાગઢની બબાલમાં 180 લોકોની અટકાયત: મર્ડર સહિતના ગંભીર આરોપો
જુનાગઢઃ જુનાગઢમાં ગત સાંજે ધાર્મિક સ્થાનના ડિમોલેશનને લઈને મોટી માથાકુટ થઈ ગઈ હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં ટોળું પોલીસ પર ધસી આવ્યું હતું અને વાહનોની…
ADVERTISEMENT
જુનાગઢઃ જુનાગઢમાં ગત સાંજે ધાર્મિક સ્થાનના ડિમોલેશનને લઈને મોટી માથાકુટ થઈ ગઈ હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં ટોળું પોલીસ પર ધસી આવ્યું હતું અને વાહનોની તોડફોડ તથા આગચંપી કરી હતી. જે ઘટનામાં ડીવાયએસપી, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિના મોતને કારણે ઘટના વધુ ગંભીર બની ગઈ હતી. પોલીસે આ કેસમાં તાબડતોબ એક્શન લીધા હતા. જેમાં 180 લોકોને પકડ્યા હતા અને તેમાંથી 40ને આજે મામલતદાર સામે હાજર કર્યા હતા.
શું બની હતી ઘટના?
જૂનાગઢમાં ડિમોલેશનને લઈને અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યાની ઘટના બની છે. હુમલામાં DySP, PSI સહિત અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ટોળાએ સરકારી ગાડીમાં આગ ચાંપી દીધી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. ટોળું એટલું હિંસાત્મક બન્યું હતું કે એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બસમાં બેસેલા મુસાફરોને પણ ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ છોડવા ઉપરાંત લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે અહીં દરગાહના ડિમોલીશનની કામગીરીને લઈને ટોળું આક્રમક થયું હોવાની વિગતો સામે આવી રહી છે. લોકોનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે વાહનોને આગને હવાલે કરવામાં આવ્યા હતા તો અહીંની એક એસટીબસની તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસના વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
અમદાવાદની યુવતીની જાળમાં ફસાયા આણંદના નામચીન ડોક્ટરઃ બેડરૂમ સુધી વાત પહોંચી પછી…
આ મામલે પોલીસે IPCની કલમ 302, 307, 143, 147, 148, 149, 332, 333, 427, 435 અને 440 મુજબ ફરિયાદ નોંધી છે. જુનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, મજેવડી ખાતેની ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસ અહીંના સીસીટીવી કેમેરા તેમજ ઉપલબ્ધ થઈ રહેલા તમામ વીડિયો મારફતે આરોપીઓની ઓળખ કરી રહી છે. આ ઘટનામાં 5 પોલીસ કર્મીઓને ઈજાઓ થઈ છે. જેમાંથી 40 લોકોને આજે મામલતદાર સામે રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકીના 34ના જામીનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દોષિતોને સજા થાય પણ નિર્દોષોને જવા દેજોઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓ
આ તરફ મુસ્લિમ સમાજના કેટલાક અગ્રણી નેતાઓ જિલ્લા કલેક્ટર અને એસપીને મળવા પહોંચ્યા હતા. ગત રાત્રે થયેલી ઘટનાને દુખદ કહેતા જે પણ ન્યાયીક પ્રક્રિયા થાય તે કરવી જોઈએ અને નિર્દોષ જે હોય તેમને છોડી દેવામાં આવે તેવી માગ કરી હતી.
આ અંગે એડવોકેટ જિસાને કહ્યું કે, આજે 34 લોકોના જામીનની માગ કરી છે અને વધુ જે પમ થયું તે થવું જોઈતું હતું તેવું એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હોવાનું પણ તેઓ કહેતા હતા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે થયેલી ઘટનામાં પોલીસે સીસીટીવી અને વીડિયોના આધારે 180 લોકોને પકડ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)
ADVERTISEMENT
ADVERTISEMENT