જૂનાગઢમાં રાત્રે પ્રેમિકાના મળવા પહોંચેલો પ્રેમી પકડાઈ ગયો, યુવતીના પિતાએ ઢોર માર મારતા આખરે મોત
જૂનાગઢ: જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરુણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ચોરવાડના ગડુ ગામમાં રાત્રે પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયેલા પ્રેમીને યુવતીના…
ADVERTISEMENT
જૂનાગઢ: જૂનાગઢમાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરુણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. ચોરવાડના ગડુ ગામમાં રાત્રે પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયેલા પ્રેમીને યુવતીના પિતાએ ઢોર માર માર્યો હતો. જીવ બચાવવા માટે યુવક ત્યાંથી ભાગી ગયો પરંતુ રસ્તામાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. યુવકના પરિજનોને ઘટનાની જાણ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. હવે આ મામલે પોલીસ હરકતમાં આવતા આરોપીને ઝડપી પાડ્યો છે.
રાતના અંધારામાં પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો પ્રેમી
ઘટનાની વિગતો મુજબ, જૂનાગઢના ગડુ ગામમાં કરણ વાઢેર નામના યુવકને સુખપર ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. એવામાં કરણ યુવતીને મળવા માટે અડધી રાત્રે તેના ગામમાં ગયો હતો. જોકે યુવતીના પિતાને આ બાબતની જાણ થઈ જતા તેમણે યુવકને પકડી લીધો હતો અને બાદમાં ઢોર માર માર્યો હતો. આથી યુવક પહેલા બેભાન થઈ ગયો. બાદમાં જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટ્યો હતો પરંતુ જૂનાગઢ હાઈવે પર પુલ પાસે બેભાન થઈ ગયો હતો.
પ્રેમિકાના પિતાની પોલીસે કરી ધરપકડ
યુવકના પરિજનોને આ બાબતે જાણ થતા તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે તબીબોએ કરણને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં યુવકના પરિજનોની ફરિયાદ બાદ પોલીસે પ્રેમિકાના પિતાની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT