જૂનાગઢમાં ‘તથ્ય પટેલ’ની જેમ વધુ એક નબીરાનું કારસ્તાન, પિતાની કાર લઈને નીકળેલા યુવકે મહિલાને ફંગોળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. હાઈવે પર 140થી વધુની સ્પીડે કાર હંકારી રહેલા નબીરા તથ્ય પટેલે લોકોને અડફેટે લીધા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા બેફામ કાર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે વાલીઓએ હજુ પણ તથ્ય પટેલના અકસ્માત કેસમાંથી બોધ પાઠ ન લીધો હોય એમ લાગી રહ્યું છે. જૂનાગઢમાં પિતાની કાર લઈને રોડ પર નીકળેલા 19 વર્ષના યુવકે મહિલાને અડફેટે લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતો. અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ પોલીસે ફરિયાદી બનીને કેસ નોંધી આરોપીની અટકાયત કરી હતી.

19 વર્ષના યુવકે મહિલાને અડફેટે લીધી

જૂનાગઢના જોષીપર વિસ્તારમાં આવેલા ગોપાલ નગરમાં સંગીતા રૂપારેલિયા નામના મહિલા અન્ય 3 મહિલાઓ સાથે ભજનમાંથી ઘરે પરત જઈ રહ્યા હતા. દરમિયાન જ ત્યાંથી કાર લઈને નીકળતા 19 વર્ષના વિવેક કડિવાર નામના યુવકે તેમને અડફેટે લીધા હતા અને બાદમાં કાર હંકારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.

યુવક પાસે લાઈસન્સ ન હોવાનું સામે આવ્યું

ઘટનામાં સંગીતાબેનને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી, આથી તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી જોકે પોલીસ જ ઘટનામાં ફરિયાદી બની હતી અને કાર ચાલક વિવેક કડિવાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નાની શેરીઓમાં બેફામ કાર હંકારનારા યુવકની પોલીસે અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછમાં યુવક પાસે લાઈસન્સ જ ન હોવાનું સામે આવ્યું હતું અને તે પિતાની કાર લઈને આંટો મારવા માટે નીકળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT