ગિરનારમાં સરકાર ખર્ચ કરશે 114 કરોડઃ આ યોજનાને મળી મંજુરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત યાત્રા વિકાસ ધામ સાથેની બેઠકમાં ગિરનાર વિકાસ માટે રૂ.114 કરોડની યોજનાઓને મંજૂરી આપી છે. જેમાં ભવનાથ વિસ્તારનો વિકાસ, દત્તાત્રેય શિખર પર પાયાની સુવિધા, સીડીઓ પર પાથ વેમાં વિસ્તરણના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. આ પછી 48 કરોડમાં ગુજરાતના 22 યાત્રાધામોનું નવીનીકરણ કરવામાં આવશે. ગુજરાતમાં દ્વારકા, અંબાજી અને પાવાગઢ જેવા યાત્રાધામોનો પણ વિકાસ થઈ રહ્યો છે, તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરઃ સમઢીયાળામાં દલીત ભાઈઓની હત્યા મામલે 5 શખ્સોને પોલીસે ઝડપ્યા

ભાદરવી પૂનમનું પણ સુદ્રઢ આયોજનઃ CM
આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આજે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અને પ્રવાસન ધામ ગિરનારના વિવિધ વિકાસ કામો માટે રૂ. 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ અંતર્ગત, ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી દત્તાત્રેય ટૂંક પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા જેવા વિકાસ કાર્યો હાથ ધરાશે. યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યના 22 જેટલા તીર્થધામોમાં કુલ રૂ. 48 કરોડના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવાની દરખાસ્તને પણ આજની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી. સાથે જ, અંબાજી, પાવાગઢ અને દ્વારકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. અંબાજી ધામ ખાતે આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર ભાદરવી પૂનમના લોકમેળામાં યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તેવા સુદ્રઢ આયોજન માટે તંત્રવાહકોને સૂચના આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT