Junagadh: ‘આકાશમાંથી રૂપિયાના વરસાદ થશે’, ભૂવાએ તાંત્રિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ આચર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh News: જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આકાશમાંથી રૂપિયા પડશે તેમ કહીને તાંત્રિક વિધિ માટે મહિલાને બોલાવી ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મહિલાએ ભૂવા તથા તેના સાગરિતો સહિત 5 લોકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

વિધિના બહાને ભૂવાએ દુષ્કર્મ આચર્યું

વિગતો મુજબ, જૂનાગઢના કેશોદ નજીક મેસવાણ ગામની એક યુવતીને પૈસાની જરૂર હોવાથી લાલચ આપીને જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીનો વિશ્વાસ જીતીને તેને તાંત્રિક વિધિના બહારને વાડીએ લઈ ગયા હતા. જે બાદ ભૂવાએ તથા તેના સાગરિતોએ વારા ફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસમાં ફરિયાદ નોંધાતા પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આદરી છે.

પ્રેમી યુવતીને વિધિના બહાને ભૂવા પાસે લઈ ગયો

સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું હતું કે, હું કેટર્સમાં કામ કરું છું. જેના કામથી હું દિવ ગઈ હતી. અહીં ભૂવાના એક સાગરિત તેજલ નામના સંપર્કમાં તે આવી હતી અને બંને પ્રેમમાં પડ્યા. જે બાદ એક દિવસ તેજલે તેને સાગર ભૂવાજી આકાશમાંથી પૈસાનો વરસાદ કરાવતા હોવાનું કહ્યું હતું. યુવતીને આ વાતનો વિશ્વાસ ન આવતા આખરે પ્રેમી તેને ભૂવાજી પાસે એક વાડીમાં આવેલી ઓરડીમાં તાંત્રિક વિધિ માટે લઈ ગયો હતો.

ADVERTISEMENT

પીડિતાએ કહ્યું, અહીં પહેલાથી જ એક યુવતી હાજર હતી, જેના પર તાંત્રિક સાગર ભૂવાજી વિધિ કરતા હતા. જોકે તેને એમ કહી દીધું કે, તારા પર માતાજી કોપાયમાન છે, તારું કામ નહીં થાય એમ કહીને તેને ત્યાંથી કાઢી મૂકી. બાદમાં પીડિતાને ત્યાં નારિયેળ પર બેસાડી અને વિધિ શરૂ કરી અને કહ્યું કે, આ નારિયેળ ફરવા લાગશે. બાદમાં તેને ત્યાંથી એક રૂમમાં લઈ ગયા અને ભૂવાજીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેના સાગરિતોએ પણ દુષ્કર્મ આચર્યું અને યુવતીને ધમકી આપી હતી. જોકે યુવતીની ફરિયાદ બાદ ભૂવાજી અને તેના સાગરિતોનો ભાંડો ફૂટી ગયો હતો.

(ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT