જન્મ થયા બાદ સૌથી પહેલા કૃષ્ણભગવાન ગુજરાત આવ્યા હતા, અહીં થઇ હતી તેમની મુંડનવિધિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજીઃ આજે શુક્રવારે જન્માષ્ટમી નિમિત્તે રાજ્યભરના મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનની શ્રૃંગાર વિધિ કરાઈ રહી છે. ભક્તો વહેલી સવારથી જ ઠાકોરજીના દર્શન કરવા માટે મંદિરે પહોંચી ગયા છે. તેવામાં જન્માષ્ટમી નિમિત્તે અંબાજી માતાનાં મંદિર પાસે આવેલા ભગવાન શ્રીકૃષ્ણના ખાસ મંદિરને શણગારવામાં આવ્યું છે. એક દંતકથા પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનની મુંડન સંસ્કાર વિધિ દ્વાપર યુગમાં ગબ્બર પર્વત પર કરવામાં આવી હતી.

દ્વારકા, ડાકોર અને શામળાજી કૃષ્ણ જન્મોત્સવ પહેલા ભક્તોનું ઘોડાપુર

શ્રી કૃષ્ણ ભગવાનની મુંડન વિધિ ગબ્બર પર થઈ હોવાની દંતકથા
શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા અંબાજી યાત્રાધામ ખાતે વિવિધ મંદિરો આવેલા છે. અહીં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરના મધ્યમાં ભગવાનની હયાતીના ઘણા સંકેતો મંદિરો થકી અનુભવાતા હોય છે. તેવામાં આજે શુક્રવારે જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભગવાનના એક ખાસ મંદિરને શણગારવામાં આવ્યું છે. નોંધનીય છે કે એક દંતકથા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ દ્વાપર યુગમાં ગબ્બર પર્વત પર કરવામાં આવી હતી. આ દરમિયાન નંદ અને યશોદા માતાની હાજરીમાં કૃષ્ણ ભગવાનની આ વિધિ કરવામાં આવી હતી. જેનો ઉલ્લેખ અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પર પણ કરાયો છે.

ADVERTISEMENT

ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા ચકચાર

શામળાજી સહિતના મંદિરો પર ભક્તોની લાંબી કતાર
સાબરકાંઠાના શામળાજી મંદિરમાં પણ ભગવાન શામળિયા શેઠ પીળા વાઘામાં જોવા મળ્યા હતા. અહીં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, જ્યાં શંખ, ચક્ર, ગદા સાથે પ્રભુનો શણગાર કરાયો હતો. આ દરમિયાન તમામ ભક્તોના પ્રભુના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું હતું.

with input – Shakti Rajput

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT