જામનગરમાં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની આશંકાએ પતિએ ગળા પર છરી ફેરવી દીધી, દીકરાને પણ છરી મારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: જામનગરના લાલપુરમાં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા રાખીને પોતાને કંઇ થઇ જશે તે આશંકાએ પતિએ તેની પત્ની અને બાળકના ગળા પર છરી ફેરવીને જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર જાગી છે. હાલ પત્ની-પુત્રને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જયાં પત્નીની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહી છે.

પત્ની પર મેલી વિદ્યા કરતી હોવાનો આક્ષેપ હતો
જામનગર જિલ્લાના લાલપુરમાં રહેતા તુલસી સોલંકી નામના યુવાનને તેની પત્ની જોનીબેન તેના પર દોરા-ધાગા અને મેલી વિદ્યા કરતી હોવાની શંકા હતી. આથી આવેશમાં આવીને તુલસીભાઇએ તેની પત્ની જોનીબેનના ગળા પર છરો ફેરવી દીધો હતો તેમજ પુત્ર જીવનના ગળા પર પણ છરી મારી દીધી હતી. બનાવની જાણ થતાં આડોશ-પાડોશમાં રહેતા લોકોએ 108ને જાણ કરી હતી.

મહિલાની હાલત ગંભીર
હાલમાં બંને ઇજાગ્રસ્તો મા-દીકરાને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પત્ની જોનીબેનની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જ્યારે લાલપુર પોલીસ પણ જામનગર દોડી આવી હતી અને નિવેદન નોંધી પતિ તુલસી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પતિની આ હેવાનીયતને પગલે જામનગર પંથકમાં ભારે ચકચાર જાગી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT