કેવી કરુણતા! જામનગરમાં જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તબીબનું ઊંઘમાં જ હાર્ટ એટેકથી મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો અચાનક વધી રહ્યા છે. ક્યારેક ક્રિકેટના મેદાન પર તો ક્યારેક જમતા-જમતા નાની ઉંમરમાં યુવાઓ હાર્ટ એટેક આવતા જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હવે હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તબીબનું હાર્ટ એટેકથી નિધન થઈ જતા તબીબી જગતમાં આઘાતમાં છે.

રાત્રે જમીને સૂતેલા તબીબ સવારે બેભાન મળ્યા
જામનગરમાં આવેલી શારદા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ગૌરવ ગાંધી ગઈકાલે રાત સુધી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આ બાદ તેઓ પોતાના ફ્લેટમાં ઘરે આવ્યા અને જમીને સૂઈ ગયા. વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમાં મળી આવતા તેમના સંબંધીઓને બોલાવાયા હતા અને તેમને 108 મારફતે જી.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે કલાક સુધી તેમને સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કાર્ડિયાક એરેસ્ટથી નિધનનું અનુમાન
ડો. ગાંધીના નિધનનું કારણે કાર્ડિયાક એરેસ્ટ માનવામાં આવી રહ્યું છે. જોકે તેમના નિધનનું સ્પષ્ટ કારણ જાણવા માટે જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જેથી આ મામલે વધુ સ્પષ્ટ કારણ જાણી શકાય.

ADVERTISEMENT

નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ તબીબનું આ રીતે હાર્ટ એટેકથી અચાનક નિધન થયું હોય. આ પહેલા જામનગરમાં જ સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો. સંજીવ ચગનું 3 માર્ચના રોજ મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. ડો. સંજીવ ચગ 3 માર્ચે સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને સેન્ટ આન્સ સ્કૂલ સામે બેંક રોડ પર ચાલતા ચાલતા ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને પમ્પીંગ સહિતની સારવાર આપવામાં આવી જોકે તેમનો જીવ બચી શક્યો નહોતો.

    follow whatsapp

    ADVERTISEMENT