જામનગરની જી.જી હોસ્પિટલમાં તબીબોનું ચાલુ ઓપરેશને ફોટો સેશન, તસવીરો સો.મીડિયામાં મૂકતા વિવાદ
Jamnagar News: જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફોટો સેશન કરતા તબીબોની તસવીર વાઈરલ કરતા ભારે ચકચાર મચી ગઈ…
ADVERTISEMENT
Jamnagar News: જામનગરમાં આવેલી જી.જી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફોટો સેશન કરતા તબીબોની તસવીર વાઈરલ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. તબીબો અને તેમની ટીમે ફોટા પાડી સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં મૂકતા હોબાળો મચી ગયો હતો. આ ગંભીર ઘટના બહાર આવતા ઉચ્ચ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
મહિલાને બ્રેન સ્ટ્રોક આવતા ઓપરેશન કરાતું હતું
વિગતો મુજબ, સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મોડી રાત્રે તેના પર સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન ન્યૂરોસર્જન તથા તબીબની ટીમ દ્વારા ચાલુ ઓપરેશને જ મહિલાનું મગર ખુલેલી હાલતમાં રાખી સાથે પોતાના ફોટો પડાવ્યા હતા અને ઓપરેશન સફળ થયું હોવાના ચિહ્નો બતાવ્યા હતા.
ઓપરેશન થિયેટરમાંથી તસવીરો ક્લિક કરી
તબીબે આ બાદ ઓપરેશન થિયેટરમાં કરેલા ફોટો સેશનને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. જે બહાર આવતા ભારે હોબાળો મચી ગયો હતો. દર્દીનો જીવ જોખમમાં મૂકીને આ રીતે ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી નિયમોનું ઉલ્લંઘન છે. એવામાં કોલેજ મેનેજમેન્ટ પણ બંને તબીબો પર પગલાં લેવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT