’24 કલાકથી રોડ ઉપર છીએ’: જામનગરની દૂર્ઘટનામાં મહિલાઓએ ઠાલવ્યું મંત્રી સામે દુઃખ
જામનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરની સાધના કોલોનીમાં મકાન ધરાશાયી થવાની ઘટના અંગે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જર્જરિત મકાનો માટે મુખ્યમંત્રી…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગરની સાધના કોલોનીમાં મકાન ધરાશાયી થવાની ઘટના અંગે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જર્જરિત મકાનો માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની અને લોકોને સુરક્ષિત આશ્રય આપવાની ખાતરી આપી. જોકે આ તરફ લોકોએ પણ મંત્રીને ઘેરીવળીને તેમને પોતાની પીડાથી માહિતગાર કરાવ્યા હતા. તેમણે મંત્રીને કહ્યું કે અમે 24 કલાકથી રોડ પર છીએ.
કૃષિ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી રાઘવજી પટેલે ત્રણેયના પતન પર -જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં બનેલી ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. શુક્રવારે બનેલા આ દર્દનાક અકસ્માતમાં 3 લોકોના મોત અને 5 લોકોને ઈજાઓ થવા પર તેમણે શોક વ્યક્ત કર્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તંત્રએ અહીં રહેતા લોકોને ખાલી કરાવવાની નોટિસ પણ આપી છે.
પાવાગઢમાં ધોધમાર વરસાદઃ જુઓ Video માં કાળીના દર્શને આવેલા યાત્રાળુઓમાં આનંદનો માહોલ
તેમણે કહ્યું કે વરસાદની મોસમ આવવાની છે, આવી સ્થિતિમાં તેઓ જર્જરિત મકાનોમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને મુખ્યમંત્રી સાથે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત વિગતો અનુસાર બિપોરજોય વાવાઝોડાના ભયને જોતા આ પરિવારોને અહીં જર્જરિત મકાનમાંથી ખસેડી સલામત સ્થળે લઈ જવાયા હતા. જેથી અંદાજો લગાવી શકાય છે કે તંત્રને આ ઈમારત જોખમી હોવાનો અંદાજ પહેલાથી જ હતો તો સવાલ થાય છે કે તંત્રએ આ પરિવારોને પાછા ત્યાં જ રહેતા કેવી રીતે કરાયા?
ADVERTISEMENT
પરિવાર થઈ ગયો વેર વિખેર
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં 35 વર્ષની મહિલા મિતલ જયપાલ સાદિયા, 35 વર્ષીય જયપાલ રાજેશભાઈ સાદિયા અને 4 વર્ષીય શિવરાજ જયપાલ સાદિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે. ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ વાનથી લઈ મોટા ભાગની ઈમર્જન્સી સેવાઓ અહીં હાજર થઈ ગઈ છે. હાલમાં 5થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણા બાળકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. અહીં અને તેમને જ્યાં સારવાર અપાઈ રહી છે તે હોસ્પિટલમાં ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકસાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા તેવી વિગતો સામે આવી રહી છે.
કેટલી સહાયની કરાઈ જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરીને કહ્યું કે, જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાથના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે.
ADVERTISEMENT
(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT