Surat માં જમીનના ધંધા સાથે સંકળાયેલા ચાર ધંધાર્થીઓ પર IT દરોડા

ADVERTISEMENT

Surat IT Raid
Surat IT Raid
social share
google news

સુરત : શહેરમાં ઇન્કમટેક્ષની DDI વિંગ દ્વારા સર્ચ ઓપરેશન અંતર્ગત આજે શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપ પર દરોડા પડાયા હતા. સંજય સુરાના ગ્રુપ ઉપરાંગ રીંગરોડના યાર્ન મર્ચન્ટને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જમીનના ધંધા સાથે સંકળાયેલા જુથના ચાર ધંધાર્થીઓના સ્થળ પર પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા.

વેપારી અને બિલ્ડરોને ત્યાં દરોડા

ઇન્કમટેક્ષની DDI વિંગ દ્વારા બજાર ખુલતાની સાથે જ સુરત શહેરના વેપારી, બિલ્ડર આલમમાં દરોડા પડતા સોપો પડી ગયો હતો. માહિતી અનુસાર ઇન્કમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી સામે આવે તેવી શક્યતા છે. જમીનના ધંધા સાથે સંકાળાયેલા જુથો દ્વારા કરચોરી કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ વિંગ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં વિંગ આ પ્રકારે આક્રમક કામ કરે તેવી શક્યતા છે.

વડોદરાના વાઘોડિયામાં પણ દરોડા પાડવામાં આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં પણ વાયર અને કેબલનું ઉત્પાદન કરતી આર.આર કેબલ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આઇટી વિભાગ દ્વારા તેના તમામ સ્થળો સુરત,વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઇ સહિત કુલ 40 સ્થળો પર દરોડા પડાયા હતા. વિવિધ સ્થળો પરથી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT