ખંભાળીયાથી ચૂંટણી લડશે ઇસુદાન! જાણો ઇસુથી ઇસુદાન બનવા સુધીની સફર
અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા એવા ઇસુદાન ગઢવી કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે મુદ્દે લાંબા સમયથી લોકો આતુરતાથી રાહ જોઇ…
ADVERTISEMENT
અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા એવા ઇસુદાન ગઢવી કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે મુદ્દે લાંબા સમયથી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આખરે આતુરતાનો અંત લાવતા ખંભાળીયા સીટની જાહેરાત કરવામાં આવી છે. ઇસુદાન ગઢવી મુખ્યત્વે પત્રકાર અને ખેડૂતી વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ભગવાન કૃષ્ણણની પાવન ભુમિ પરથી ગુજરાતને એક ખુબ જ સારા નેતા અને મુખ્યમંત્રી મળવા જઇ રહ્યા છે.
ઈસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર
ઈસુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. 10 જાન્યુઆરી, 1982 ના દિવસે એક ખુબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા ઇસુદાનના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઈસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ તેઓએ દૂરદર્શનનાં ‘યોજના’ નામના એક કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઈસુદાન ગઢવીએ Vtv News નામની એક ખાનગી સમાચાર ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા. આ દરમિયાન તેમનો મહામંથન નામનો કાર્યક્રમ ખુબ જ પ્રખ્યાત થયો હતો.
14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા
ઈસુદાન ગઢવી કે જેઓ નેતા બન્યા તે પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગ તથા ગ્રામ્ય ક્ષેત્રમાં મજબુત પક્કડ ધરાવતા હતા. મહામંથન શોને લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઈસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઈસુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની ઓળખ બનાવી હતી.
ADVERTISEMENT
જો કે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના રોજ તેઓએ મીડિયાને અલવીદા કહીને 15 દિવસ બાદ જ એટલે કે 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા.આ પ્રકારે પોતાની રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બન્યા અને આખરે પાર્ટી દ્વારા કરાયેલા સર્વેમાં 70 ટકા કરતા વધારે મત મેળવીને તેઓ મુખ્યમંત્રીપદનો ચહેરો પણ બન્યા હતા.
ADVERTISEMENT