શું કાશ્મીરમાંથી 370 કલમ હટી જ નથી, PM મોદી જુઠ્ઠુ બોલ્યા? સોલિડ પુરાવા મળતા ભાજપના સાંસદ ચુપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓના લિટમસ ટેસ્ટ માટે GUJARATTAK દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નેતાઓએ મોકળા મને પોતાના દિલની વાત કરી હતી. માત્ર રાજનીતિ જ નહી પરંતુ શું સ્થિતિ અને પરિસ્થિતિ છે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

GUJARATTAK પર કોંગ્રેસ પ્રવક્તાનો મોટો દાવો
આલોક શર્માએ ગુજરાત Tak બેઠકમાં સંસદમાં પસાર થયેલા ઓર્ડિનન્સનો હવાલો ટાંકીને કહ્યું કે, આર્ટિકલ 370 હજુ પણ ભારતના સંવિધાનનો ભાગ છે. જો આર્ટિકલ 370 હટશે તો કાશ્મીર ભારતનો ભાગ જ નહીં રહે. મોદી સાહેબ લાલ કિલ્લાથી ખોટું બોલ્યા. મોદી સાહેબ સંસદમાં પણ ખોટું બોલ્યા છે. જો હું ખોટું બોલ્યો હઉ તો મારા પર કેસ કરાવી દો. હું ચેલેન્જ કરી રહ્યો છું. 6 ઓગસ્ટ 2019ના ઓર્ડિનન્સની કોપિમાં લખ્યું છે, આર્ટિકલ 370ના પાવરનો ઉપયોગ કરીને અમે આ પ્રકારના ફેરફારો કરી રહ્યા છીએ. જોકે તેમના આ નિવેદનનો ભાજપના સાંસદ જી.વી.કે નરસિંહા રાવે સખત વાંધો ઉઠાવે છે.

ADVERTISEMENT

2019 માં 370 ની કલમ હટી નથી માત્ર ફેરફારો કરાયા છે
નોંધનીય છે કે, ભારત સરકારે 2019માં આર્ટિકલ 370માં કેટલાક ફેરફાર કરીને બે બિલને રજૂ કર્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીર પાસેથી સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો તથા તેને પોતાના નિયમો લાગુ નહીં પડે.1947માં વિભાજન સમયે જમ્મુ-કાશ્મીરને ભારતમાં જોડવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્રતા રહેવા ઈચ્છતા હતા. જોકે આ દરમિયાન પાકિસ્તાન સમર્થિત લોકોએ આક્રમણ કરી દેધું જે બાદ તેમણે ભારતમાં વિલય થવાની સહમતિ આપી હતી.

ભાજપના સાંસદ ઢીલા પડી ગયા
જો કે જ્યારે જવાબ આપવાનો આવ્યો ત્યારે ભાજપના સાંસદને આ અંગે માહિતી જ નહોતી. જો કે તેમણે આક્રમકતાથી કહ્યું કે, આ કોંગ્રેસ દેશ અને દેશનાપીએમને ખોટા ઠેરવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રાષ્ટ્રીય મંચ પરથી નાગરિકોને ગુમરાહ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. આ અયોગ્ય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT