ગુજરાતમાં વરસાદ શરૂઃ IPL Final મેચ પર મંડરાતું ચિંતાનું વાદળ
અમદાવાદઃ અમદાવાદમાં જ્યાં IPL Final મેચ રમાવાની છે ત્યાં ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદે પણ એન્ટ્રી નોંધાવી દીધી છે. એક તરફ સોશ્યલ મીડિયા પર લોકો પોતાની…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં જ્યાં IPL Final મેચ રમાવાની છે ત્યાં ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદે પણ એન્ટ્રી નોંધાવી દીધી છે. એક તરફ સોશ્યલ મીડિયા પર લોકો પોતાની ટિકિટ ઓછા ભાવે વેચવાની પણ તૈયારીઓ બતાવવા લાગ્યા છે ત્યાં હવે IPL Final મેચ પર વરસાદના વિઘ્નને લઈને ક્રિકેટ રસિકોમાં ચિંતાનું વાદળ છે. આ તરફ ગુજરાતમાં કચ્છ, જામનગર, ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કચ્છમાં તો એવો પવન ફૂંકાયો છે કે, લોકોના ઘર પરની પાણીની ટાંકી, છત અહીં સુધી કે હજારો કિલો વજન ધરાવતી ક્રેન પણ દૂર સુધી ફેંકાઈ છે. આ ઘટનાઓના વીડિયો પણ સામે આવ્યા છે જે અમે અહીં આપને અહેવાલ સાથે દર્શાવીશું.
લોકોએ ટિકિટો સોશ્યલ મીડિયા પર વેચવા કાઢી
ગુજરાતમાં આજે પણ વરસાદ પડવાની આગાહી છે. જ્યાં બીજી તરફ CSK vs GTની IPL Final મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે જ્યાં અત્યારે લોકો IPL Final મેચ જોવા છેલ્લા મહિનાઓથી રીતસર પડાપડી કરી રહ્યા હતા. હમણાં તો ટિકિટો માટે એક બીજાના ઉપરથી પણ લોકો પસાર થઈ જતા જોવા મળ્યા હતા. માનવ જીવ પણ તેમના માટે જાણે કોઈ કિંમત ધરાવતો ન હતો તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યાં હવે વરસાદે ચાહકોના ઈરાદાઓ પર જાણે પાણી ફેરવવાનું નક્કી કર્યું હોય તેમ ગઈકાલે યોજાનારી IPL Final મેચ મુલત્વી થઈ ગઈ હતી. આજે અહીં ગુજરાતમાં વરસાદની આગાહી છે અને તે પ્રમાણે વરસાદ શરૂ થઈ પણ ગયો છે.
ટિકિટના ભાવ ઘટવા લાગ્યાઃ IPL Final માટે સોશ્યલ મીડિયા પર હરાજી!
ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થઈ ગયો વરસાદ-વાતાવરણમાં પલટો
અમદાવાદમાં આજે વાદળીયું વાતાવરણ તો બપોરથી જ જોવા મળી રહ્યું છે ત્યાં ગિરનાર પર જોરદાર પવન ફૂંકાયો છે, રોપવે બંધ થતા પ્રવાસીઓને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરાઈ છે. જુનાગઢના ઘણા વિસ્તારોમાં વાદળો છવાઈ ગયા છે ત્યાં કચ્છમાં ભારે પવન સાથે વરસાદ અને અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. ભારે પવનના કારણે લોકોની ઘણી ચીજો દૂર દૂર સુધી ફેંકાઈ ગઈ છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો અને વીજ પોલ પડી ગયા છે. ખેડા જિલ્લામાં ભારે તોફાન અને વરસાદ પણ આવતા જાણે તબાહી મચી હોય તેમ ઘણા વૃક્ષો પડી ગયા છે. ગત રાત્રીના જ વરસાદ દરમિયાન માતરના વડૌદા ગામમાં આંધીના કારણે 25 જેટલા ઘેટા-બકરાના મોત થયા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હેતાલી શાહ, ખેડા, ભાર્ગવી જોશી, જુનાગઢ, કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT