IPL 2024: આજે અમદાવાદીઓ અહીંથી પસાર ન થતાં, આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વૈકલ્પિક રૂટ અને મેટ્રોનો સમય

ADVERTISEMENT

IPL 2024, GT vs SRH
આજે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાશે મેચ

point

આજે બપોરે GT અને SRH સામ સામે ટકરાશે

point

આજે રાતના 10 વાગ્યા સુધી આ રસ્તાઓ બંધ રહેશે

IPL 2024, GT vs SRH: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાનારી IPL 2024ની મેચને લઈને વિવિધ રસ્તાઓ બંધ રહેશે, તેમજ કેટલાક રસ્તા માટે ડાયવર્ઝન અપાયું છે. આજે બપોરે અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચને લઈને સવારના 11 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ બંધ રહેશે. જે અંગે અમદાવાદ પોલીસે વિગતવાર માહિતી આપી છે.

આજે રાતના 10 વાગ્યા સુધી આ રસ્તો રહેશે બંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આજે જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સીથી થઈને મોટેરા ટી સુધીનો આવતો-જતો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.  

વાહનચાલકો આ રસ્તેથી પસાર થઈ શકશે

વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે.  

ADVERTISEMENT

મેટ્રોના ટાઈમમાં ફેરફાર કરાયો

અમદાવાદમાં રમાનારી મેચને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની મેચ માટે પ્રેક્ષકોને સ્ટેડિયમ પહોંચાડવા અને પાછા લાવવા સવારના 6.20 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સેવા ચાલુ રહેશે. આજે 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાશે. ઈન્ડિયન પ્રિમિયર લીગ 2024ની મેચને ધ્યાનમાં રાખીને આ દિવસે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT