પાર્ટી કોઇ પણ હોય વાત જ્યારે દલિતની હશે ત્યારે અન્યાય સહન નહી થાય: જિજ્ઞેશ મેવાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

જાલોર : કોંગ્રેસ કમિટીએ પીડિત પરિવારને 20 લાખ રૂપિયા અને પરિવારના સભ્યોને નોકરીની સાંત્વના આપી છે. સાથે જ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટેની પણ બાંહેધરી આપી છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ચુંટણીની તૈયારીઓનું અવલોકન કરવા માટે અમદાવાદ આવેલા અશોક ગહલોતની સાથે ગુજરાત કોંગ્રેસનાં દલિત નેતા જિગ્નેશ મેવાણીએ મુલાકાત યોજી હતી. દલિત બાળકોનાં મોત બાદ રાજસ્થાનમાં દલિતો પર અત્યાચાર મુદ્દે થઇ રહેલા હોબાળા અંગે આજે અશોક ગહલોતે ટ્વીટ કર્યું હતું.

જાલોરમાં 9 વર્ષના બાળકનું મોત
જાલોરમાં 9 વર્ષના બાળકના મૃત્યુથી સમગ્ર દેશ અને દલિત સમાજમાં રોષ છે. અમદાવાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે મળીને ઘટના અંગે ચર્ચા કરી. આ દુખમાં તમામ સમાજ પરિવારની સાથે છે. ઘટના બાદ આરોપીની ત્વરિત ધરપકડ કરવામાં આવી છે. SC-ST રાહતકોશ અને મુખ્યમંત્રી સહાયતા કોષમાંથી વળતર આપવામાં આવી. આ ઉપરાંત AICC ના નિર્દેશ પર પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની આર્થિક મદદ પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા આપવામાં આવી છે.

પરિવારના એક સભ્યને નોકરી આપવા અંગે પણ અગાઉ આ મુદ્દે પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેસ ઓફિસર સ્કીમમાં લાવવામાં આવ્યો છે. જેના કારણે ફાસ્ટટ્રેક કોર્ટ ટ્રાયલ કરાવી શકાય.

દલિતોનાં મુદ્દે જિજ્ઞેશ મેવાણીનું સ્ટેન્ડ ફિક્સ છે સરકાર ગમે તે હોય
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે ત્યારે જિજ્ઞેશ મેવાણીનું સ્ટેન્ડ શું હશે તેવું પુછાતા તેમણે જણાવ્યું કે, પાર્ટી કોઇ પણ સ્થિતિ કોઇ પણ હોય દલિતોનાં મુદ્દે હું હંમેશા તટસ્થ છું. તેમની સાથે અન્યાય થયો છે. તેમને ન્યાય મળવો જોઇએ. સરકાર ગમે તે હોય તેમને ન્યાય મળે તે માટે મારો પ્રયાસ રહેશે. દલિત સાથે થયેલો અન્યાય સૌથી ઉપર છે પાર્ટી લાઇન કે અન્ય તમામ બાબત પછી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT