વડોદરાના માંજલપુરમાં DJ બાબતે મામલો બિચક્યો, PI ને ટોળુ ખેંચી જતા લાઠીચાર્જ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા વિસ્તારમાં એક ગણેશ મંડળ દ્વારા મોડી રાતે શ્રીજીની વિદાય સમારંભ આયોજીત કર્યો હતો. આટલું જ નહી ગણેશમંડળ દ્વારા એક જ સ્થળે DJ રાખીને લાંબો સમય સુધી ચલાવ્યું હતું. જેના કારણે પોલીસ અહીં ડીજે બંધ કરાવવા માટે પહોંચતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ પીઆઇને ટોળામાં ખેંચી લીધા હતા. પીઆઇને ધક્કે પણ ચડાવ્યા હતા. જેના કારણે આખરે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેના કારણે ભાગદોડ મચી ગઇ હતી.

પોલીસના લાઠીચાર્જમાં એક સામાન્ય મહિલા ઘાયલ
પોલીસના લાઠીચાર્જમાં એક મહિલાને પણ ગંભીર ઇજા પહોંચી હતી. મોડી રાત્રે બનેલા બનાવ બાદ મૂર્તિનો વિસર્જન કરવાનો ઇન્કાર કરીને ટોળું રોડ પર જ બેસી ગયું હતુ. જેના કારણે આખરે પોલીસે જ ગણપતિજીની મુર્તિનું વિસર્જન કર્યું હતું. એક યુવનનો મોબાઇલ પોલીસે લઇ લેતા બંન્ને વચ્ચે ધક્કામુક્કી ચાલુ થઇ ગઇ હતી. જોત જોતામાં વાત વણસી ગઇ હતી.

પીઆઇને ટોળાએ ખેંચી જઇને ધક્કામુક્કી કરી
પીઆઇને ટોળાએ વચ્ચે લઇને ધક્કે ચડાવ્યા હતા. વાતવરણ બેકાબુ થઇ રહેલું જોઇને પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. લાઠીચાર્જમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક મહિલાને ઇજાઓ પણ પહોંચી હતી. હાલ તો પોલીસે પાંચ જેટલા યુવાનોની અટકાયત કરી લીધી છે. જેના પગલે હાલ આ વિસ્તારમાં વાતાવરણ ભારે તંગ છે. પોલીસે પણ પુરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT