VADODARA માં ચાઇનીઝ દોરીએ લીધો વધારે એક જીવ, તંત્ર ઉંઘતુ ઝડપાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : ચાઈનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે, આમ છતા પણ પોતાની પતંગ કોઇ ન કાપી શકે તેવી ઘેલછાને કારણે લોકો ચાઇનીઝ દોરી ખરીદતા પણ હોય છે અને વેપારીઓ વેચતા પણ હોય છે. ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના તહેવાર દરિમયાન અનેક લોકોના ભોગ લેવાય છે. વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અમદાવાદમાં એક કિશોર ઈજાગ્રસ્ત થયો છે.

સમગ્ર ગુજરાતમાં ચાઇનીઝ દોરીની સ્થિતિ પણ દારૂબંધી જેવી
વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ એક યુવકનો લીધો છે અને પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઇ છે. વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 30 વર્ષના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. નવાપુરા વિસ્તારમાં રબારીવાસ પાસે આ કરૂણ ઘટના બની હતી. બાઇક પર જઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીના કારણે મોત નિપજ્યું છે.

અમદાવાદમાં પણ એક યુવક ગંભીર રીતે થયો હતો ઘાયલ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો છે. ગળાના ભાગે દોરી વાગતા કિશોરને થઇ ઇજા પહોંચી છે. ટુ વ્હીલર પર આગળ કિશોર બેઠો હતો. જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ છે. ઉત્તરાયણ નજીક આવતા જ દોરી વાગવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ચાઈનીઝ દોરી લોકો માટે જીવલેણ બની છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT