VADODARA માં રખડતા ઢોર મુદ્દે ટકોર કરનારા એક યુવકને ભરવાડોએ ઢોર માર માર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરમાં મકરપુરા વિસ્તારમાં પશુપાલકની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશુ પાલકને વાહન ધીમું ચલાવવાની ટકોર કરતા બોલાચાલી થઇ હતી અને સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં પશુ પાલકે બાઈક ચાલક યુવકને અટકાવીને લાકડીના ફટકા માર્યા હતા. જેના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમીર પઠાણ નામનો યુવક ઘાયલ થતા હાલ સયાજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તો પશુપાલક દ્વારા યુવકને માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સમગ્ર મામલે મકરપુરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે. ૉ

રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બનતી જાય છે
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સામાન્ય નાગરિકો માટે જીવલેણ બનતી જાય છે. જેના કારણે રખડતા ઢોરને નાથવા માટે કડક કાયદો લાવવામાં આવે તેવી એક માંગ ઉઠી રહી છે. રાજ્યમાં અવાર નવાર રખડતા ઢોરના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. રખડતા ઢોરના કારણે મોત નિપજ્યાની પણ ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. તો કેટલાક કિસ્સામાં વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે. હાઈકોર્ટની ટકોર બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એક્શનમાં આવ્યાનો દેખાવ કરી રહ્યું છે. જો કે આજે પણ એક વૃદ્ધાનું ગાયોની અડફેટે મોત નિપજ્યું હતું. બે દિવસ પહેલા વડોદરામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ પર પણ હુમલો થયો હતો.

બે દિવસ પહેલા ઢોર પાર્ટી પર ઘાતક હુમલો થયો હતો
બે દિવસ પહેલા વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થતા કોર્પોરેશનના કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પોતાની ફરજ બજાવે તો કોર્પોરેશન દ્વારા તેમના પર હુમલા કરાય છે. જ્યારે ફરજ ન બજાવે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવાયાર્ડ વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડની હાજરીમાં સ્થાનિકો ઘાતક હથિયારો સાથે ઢોર પાર્ટી પર તુટી પડ્યા હતા. પોતાની કેટલીક ગાયો પણ છોડાવી ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT