VADODARA માં ફૈઝલ નામના યુવકે મિત્રતા કેળવી યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે સંસ્કારી નગરી તેવા વડોદરામાં એક જ દિવસમાં દુષ્કર્મની બે ફરિયાદો સામે આવતા ચકચાર મચી છે. જેમાં મુસ્લિમ યુવકે યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીએ સોશિયલ મીડિયા મારફતે 6 માસ પહેલા યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ફૈઝલ ઘાંચી નામના યુવકે યુવતીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

શાળાના ક્લાર્કે ભર બજારે યુવતીને કહ્યું પૈસા આપુ મારી સાથે ફરવા આવીશ
પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. તો બીજી બાજુ ગુજરાતના શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્ક સામે વિદ્યાર્થિની સાથે ભર બજારમાં હાથ પકડીને વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાર્કે વિદ્યાર્થિનીને પૈસા આપીને ફરવા જવાની ઓફર પણ કરી હતી. જેને લઇ વિદ્યાર્થિનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના પગલે પોલીસ દ્વારા ગણપત ભાલિયા નામના ક્લાર્ક વિરુદ્ધ તપાસ આદરી છે.

યુવતી સાથે મિત્રતા કેળવીને અપહરણ બાદ દુષ્કર્મ આચર્યુ
બીજા એક કિસ્સામાં વડોદરામાં મુસ્લિમ યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ધટનાથી ચકચાર મચી છે. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ફૈઝલ ઘાંચીએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી અપહરણ કર્યું અને સોશિયલ મીડિયા મારફતે 6 માસ પહેલા યુવતી સાથે મિત્રતા કેળવી હતી. પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ પણ 7 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT