શિક્ષણ દિવસના કાર્યક્રમમાં જ સરકારનો ફજેતો, મંત્રીની હાજરીમાં શિક્ષકે આપ્યું સણસણતું ભાષણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરમાં આજે શિક્ષક દિવસના પ્રસંગે યોજાયેલો સન્માન સમારોહમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જો કે આ સમારોહમાં શિક્ષકોએ સ્ટેજ પરથી જ ગ્રડ પે અને જુની પેન્શન યોજનાઓ લાગુ કરવા માટેની માંગ કરી હતી. જેના કારણે મંત્રીઓની હાજરી હોવા છતા સ્ટેજ પર જ ફજેતો થઇ ગયો હતો. સ્ટેજ પર કેબિનેટ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી હતી અને વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓ હાજર હતા. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. તેમની હાજરીમાં જ શિક્ષકોનો ફજેતો થયો હતો. સ્ટેજ પરથી જ પોતાના આંદોલનો અને માંગણીઓ પણ નહી સંતોષાઇ હોવાના ભાષણો કર્યા હતા.

શિક્ષક સંઘના અગ્રણીએ સ્ટેજ પરથી જ બેટિંગ શરૂ કરી
શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલે કહ્યું કે, શિક્ષકોની જુની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના લાગુ કરી દેવાઇ. આ ખુબ જ દુખદ બાબત છે. શિક્ષકોનો 6 માંથી 4 મહાનગરપાલિકાઓમાં 4200 નો ગ્રેડ પે નો પ્રશ્ન પણ હજી સુધી ઉકેલાયો નથી. અહીંના સાંસદ શિક્ષણ સમિતી વાઇસ ચેરમેન હતા. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ શિક્ષણ સમિતીના ચેરમેન રહી ચુક્યા છે. છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્નો માટે અહીં લડી રહ્યા છે. 4 મહાનગરપાલિકાના શિક્ષકોની આ સમસ્યાઓ ઉકેલ હજી સુધી આવ્યો નથી.

પિનાકિન પટેલે સ્ટેજ પરથી જ સરકાર અને નીતિઓની ઝાટકણી કાઢી
શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલ સ્ટેજ પરથી જ જણાવ્યું કે, અનેકવાર રજુઆતો કરી કે શિક્ષકને શિક્ષણ સિવાયની કોઇ કામગીરી પણ મળી નથી. ઘર હોય, પણ તેને મેઇન્ટેઇન કરવાના પૈસા જ ન હોય તો કઇરીતે સારસંભાળ કરી શકાય. હું બાળક દીઠ દરેક શાળાને 500 રૂપિયા સારસંભાળ ખર્ચ માંગુ છું. જેનાથી આચાર્ય પોતાની શાળામાં સુનિયોજીત કાર્ય કરી શકે અને શાળાને પણ સરસ બનાવી શકે.

ADVERTISEMENT

સરકાર દ્વારા આ અંગે નક્કર પગલા ભરાય તે ખુબ જ જરૂરી
રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ વડોદરા મહાનગરના અધ્યક્ષ કૃણાલ સુથારે જણાવ્યું કે, શિક્ષકે સ્ટેજ પરથી છેલ્લા 8 મહિનાથી મહાનગરપાલિકાના શિક્ષકો 4200 ના ગ્રેડ પેનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. 1994 અને 1996 માં જે ઠરાવો થયા તેના મુદ્દે શિક્ષણ સમિતીના શિક્ષકોનો 4200 ગ્રેડ પે બંધ થઇ ગયો. આ અંગે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT