ડાકોર મંદિરમાં જ એટેક આવતા વ્યક્તિ ઢળી પડ્યો, પોલીસ દેવદુત બનીને આવી અને…

ADVERTISEMENT

Dakor Temple case
Dakor Temple case
social share
google news

અમદાવાદ : સ્વાસ્થય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે સીપીઆરની તાલીમ હવે ખરા અર્થમાં ઉપયોગી સાબિત થઇ રહી છે. ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે સીપીઆર આપવામાં આવ્યો હતો, જોકે તેમનો જીવ બચી શક્યો નહોતો. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક મંદિરમાં જ પડી ગયા હતા.

જો કે ઘટના સ્થળે હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે તેમને સીપીઆર આપ્યું હતું. પ્રાથમિક રીતે સીપીઆર આપવામાં આવ્યો હતો, જોકે તેમની તબિયતમાં સુધારો ન આવતા તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમનો પરિવાર પણ ઘટના અંગે માહિતી મળતા હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે, દરેક નાગરિકને સીપીઆર અંગે માહિતી હોય. જેથી આવી સ્થિતિમાં જો કોઇ હાર્ટ એટેક પીડિત વ્યક્તિને જો સમયસર સીપીઆર મળી જાય તો તેને બચાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં સીપીઆર નહી મળવાનાં કારણે પણ મોત નિપજ્યાં હોવાની શક્યતાઓ છે. જેને જોતા જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગેની માહિતી હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT