SURAT માં એન્જિનિયર યુવકે 15 વર્ષની કિશોરી સામે લિફ્ટમાં પેન્ટ ઉતારી દીધું
સંજયસિંહ રાઠોડ/સુરત : શહેરમાં ગુનેગાર માનસિકતા એટલી હદે વધી ચુકી છે કે, તરૂણીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષની કિશોરી પોતાના…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત : શહેરમાં ગુનેગાર માનસિકતા એટલી હદે વધી ચુકી છે કે, તરૂણીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષીત નથી. સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષની કિશોરી પોતાના ઘરની લિફ્ટમાં પરત ફરી રહી હતી ત્યારે અચાનક આવેલા એક યુવકે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. 27 વર્ષીય યુવકે કિશોરી સાથે અશ્લીલ હરકતો કરી હોવાના CCTV વીડિયો સામે આવ્યા બાદ તરૂણીનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યાર બાદ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સાગર પટેલ નામના યુવકે લિફ્ટમાં કરી વિકૃત હરકત
સુરતના અડાજણ વિસ્તારમાં 27 વર્ષના સાગર પટેલ નામના એક યુવકે 15 વર્ષીય એક કિશોરીની બિલ્ડિંગની લિફ્ટમાં છેડતી કરી હતી. કિશોરીને લિફ્ટમાં જઇ રહી હતી ત્યારે અચાનક અંદર ઘુસી આવ્યો હતો. એકલતાનો લાભ લઇને અશ્લીલ હરકતો શરૂ કરી હતી. યુવકે કિશોરી સામે જ પોતાનું અડધુ પેન્ડ ઉતારી નાખ્યું હતું. ત્યાર બાદ તે યુવતીની નજીક જવા લાગ્યો હતો. ગભરાઇ ગયેલી તરૂણી જે તે સમયે તો ત્યાંથી ચાલાકીથી નિકળી ગઇ હતી. જો કે ઘરે જઇને તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી. જેથી પરિવારે સીસીટીવી ચેક કર્યા હતા અને તેના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
ભણેલો ગણેલો એન્જિનિયર યુવક વિકૃતીની હદે પહોંચ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ કે બાળકીઓ સાથે છેડતી, બળાત્કારના કેસમાં મોટેભાગે અશિક્ષિત હોય છે. જો કે આ કિસ્સામાં તો યુવક ન માત્ર ભણેલો ગણેલો પરંતુ એન્જિનિયર છે. છેડતી કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટિનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરે છે. તેના દ્વારા આ અશ્લીલ હરકતના કારણે પોલીસ પણ આશ્ચર્યચકિત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT